ગાંધીનગરમાં સામાન્ય બોલાચાલી બાદ અજાણ્યા શખ્સોએ હોટલકર્મીની કરી હત્યા
ગાંધીનગર, પાટનગર ગાંધીનગરમાં પણ હવે હત્યાની ઘટનાઓમાં વધારો થી રહ્યો છે અને અસામાજિક તત્વોને ખાખી વર્ધીનો કોઈ પણ પ્રકારનો ખૌફ રહ્યો ના હોય એમ તેઓ હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
આ જ પ્રકારની એક ઘટના ગાંધીનગરના સેક્ટર -૨૭ માંથી સામે આવી છે, જ્યાં શહેરના સેક્ટર-૧૪મા આવેલી ફાઈવ સ્ટાર હોટેલમાં કામ કરતો હતો, આ સમયે તેની કેટલાક અજાણ્યા શખ્સો સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી.
જાે કે ત્યારબાદ આ મામલે સેક્ટર-૨૭માં કેટલાક અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૃતક દેવાંશ ભાટિયા ગાંધીનગરમાં આવેલી હોટેલ લીલામાં છેલ્લા ત્રણ મહિનાથી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતો હતો અને સેક્ટર ૭માં આવેલી શિવમ સોસાયટીમા ભાડાના મકાનમાં રહેતો હતો.
આ અંગે મળતી વધુ માહિતી મુજબ, શુક્રવારે ટીફીન આપવાની બાબતે સેક્ટર-૨૭માં આવેલા પબ્લિક ગાર્ડન પાસેની પાનની દુકાન પાસે ઝઘડો થયો હતો, ત્યારબાદ અજાણ્યા શખ્સોએ આ બાબતે ચપ્પુના ઘા માર્યા હતા અને ત્યાં ભાટિયાનું મોત થયું હોવાનું જાેયું હતું.જાે કે આ હત્યા સામાન્ય બોલાચાલી વચ્ચે શા માટે કરાઈ કરી અને હત્યા પાછળનો ઉદ્દેશ શું હતો તે અંગે તેમને કોઈ જ કડી મળી નથી, જયારે બીજી બાજુ પોલીસે આં મામલે વધુ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની તપાસ કરી રહેલા સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ભરવાડે જણાવ્યું કે દેવાંસ અત્યારે ગાંધીનગરની લીલા હોટલમાં નોકરી કરતો હતો. આ પહેલા તે કોર્ટયાર્ડ મેરીયોટમાં અમદાવાદ સેટેલાઇટ ખાતે નોકરી કરતો હતો. તેના પિતા જીઇબીના નિવૃત કર્મચારી છે. દેવાંસની હત્યા ક્યાં કારણસર કરવામાં આવી છે? તેને લઇને પોલીસને તમામ શક્યતાઓ તપાસી છે.
જેમાં લૂંટ કે ચોરીનો ઇરાદો પણ જણાતો નથી કારણ કે રોકડ અને મોબાઇલની લૂંટ થઇ નથી. આ ઉપરાંત, તેના સીડીઆર (કોલ રેકોર્ડ રિપોર્ટ)માં પણ એવી ચોંકાવનારી વિગતો મળતી નથી. સાથેસાથે દેવાંસને કોઇ સાથે અંગત દુશ્મનાવટની શક્યતા પણ નહીવત છે. હાલ પોલીસે ટેકનીકલ સર્વલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરુ કરી છે.HS