ગાંધીનગરમાં સેવાસેતુ કાર્યક્રમમાં 1842 અરજીઓનો નિકાલ કરાયો

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) પુર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે એ માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા શહેર કક્ષાએ
સેવાસેતુ આઠમા તબક્કાનાનું આયોજન કરેલ જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્રારા તારીખ ૦૯/૦૪/૨૦૨૨ શનિવારનાં રોજ સવારે ૯ઃ૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક સુધી મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ નંબર ૧૧ મહાકાળી માતાજી મંદિર,સુઘડ ગાંધીનગર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ હતો.
શહેરી નાગરિકોની સરળતાથી અને ઝડપી મળે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં સરકારના તમામ વિભાગોએ સેવા આપેલ હતી. સેવાસેતુ કાર્યક્રમમાં મેયર, ડે.મેયર ,ચેરમેન, માન.મ્યુનિસિપલ કાઉન્સિલરઓ તથા અન્ય મહાનુભાવો હાજર રહેલ
જેઓ દ્વારા તમામ વિભાગોના સ્ટોલની મુલાકાત લઇ પૃચ્છા કરેલ હતી. ત્યારબાદ માન.મેયર દ્વારા પ્રાસંગિક ઉધબોધન કરવામાં આવેલ અને કાર્યક્રમની સુંદર વ્યવસ્થા તેમજ સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતાં. સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે જરૂરી તમામ અરજી ફોર્મની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ એ નોટરી અને સ્ટેમ્પની વ્યવસ્થા વિનામૂલ્યે પુરી પાડવામાં આવેલ હતી.
તેમજ રાજ્ય સરકારની સુચના મુજબ મફત કાનૂની સહાય કૃષિ પ્રદર્શનનાં સ્ટોલ બનાવી સેવા પૂરી પાડવામાં આવી હતી .આ કાર્યક્રમ દરમિયાન અંદાજિત ૪૦૦૦ જેટલી જનમેદની ઉપસ્થિત રહેલ અને જુદા જુદા વિભાગોને લગતી ૧૮૪૨ અરજીઓ આવેલ હતી. જેમાંથી તમામ અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. અને સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે.