ગાંધીનગરમાં હજાર રૂપિયા માટે આશાસ્પદ યુવકની હત્યા કરી

ગાંધીનગર, ગાંધીનગરના સેક્ટર-૨૭માં આશાસ્પદ યુવકની માત્ર ૧૦૫૦ રૂપિયાની લૂંટ માટે હત્યાના કેસમાં પોલીસે ચારની ધરપકડ કરી લીધી છે. મહાત્મા મંદિર પાસે આવેલી ફાઈવ સ્ટાર હોટલના મૂળ વડોદરાના કર્મચારી દેવાંશ ભાટીયાની હત્યા કરેલી લાશ ૮ ઓક્ટોબરે સવારે સેક્ટર-૨૭ના બગીચા પાસેથી મળી આવી હતી.
સેક્ટર-૨૧ પોલીસે આ કેસમાં તપાસ કરીને એક સગીર સહિત ચારની ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે આજ દિવસે પેથાપુરમાંથી સ્મિત મળી આવ્યો હોવાનો કિસ્સો બન્યો હતો, એક જ દિવસમાં બે મોટી ઘટનાઓના લીધે પોલીસની ટીમો દોડતી થઈ હતી.
જાગૃત નાગરિકે સેક્ટર-૨૭ના બગીચા પાસે લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જાેઈને પોલીસને જાણ કરી હતી. આ બાદ પોલીસે તપાસ કરતા યુવકનું મોત થઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. આ કેસમાં પોલીસે કરેલી તપાસમાં હત્યાનો હેતુ સ્પષ્ટ નહોતો થઈ રહ્યો. આ સિવાય લાશ સવારે ૭ વાગ્યે મળી હતી જેના કારણે હત્યા ક્યારે કરવામાં આવી હશે તે અંગે પણ અનેક સવાલો પોલીસને મૂઝવી રહ્યા હતા.
આ પછી પોલીસે સીસીટીવી અને દેવાંશના ફોનના લોકેશનના આધારે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તે અમદાવાદના વસ્ત્રાપુરમાં સગાના ઘરેથી ગીતા મંદિર ગયો હતો અને ત્યાંથી ગાંધીનગર પથિકાશ્રમ આવ્યો હતો. આ પછી પોલીસ તપાસમાં દેવાંશ પથિકાશ્રમની બહારથી ઘ રોડ પર ચાલતો ઘ-૫ પહોંચ્યો હતો.
જાેકે, તે ઘ-૬ સર્કલ પર દેખાયો નહોતો. જેથી પોલીસે સેક્ટર-૨૨ અને ૨૩ના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને તેમાં દેખાયેલા વાહનોની ઓળખ કરીને તપાસ શરુ કરી હતી.
આ પછી પોલીસને બનાવના સ્થળથી ૪૦૦ મીટર દૂર એક અસ્પષ્ટ સીસીટીવીમાં ચાલતી જતી વ્યક્તિ દેખાઈ હતી અને તેની પાછળ એક બાઈક પર ત્રણ-ચાર લોકો જતા દેખાયા હતા. આ પછી પોલીસે આ રસ્તા પરથી આવતા-જતા અને બહાર નીકળતા વાહનોની તપાસ કરતા એક વાહન પર ચાર લોકો સવાર હતા અને તેઓ સેક્ટર-૧૩માં જતા દેખાયા હતા.SSS