ગાંધીનગર અક્ષરધામ મંદિર ૩૦ નવે. સુધી બંધ રહેશે
અમદાવાદ, કોરોનાની સ્થિતિ વકરતા ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર જાેવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ૧ હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં ૫૭ કલાકનું કફ્ર્યુ તેમજ અન્ય ત્રણ મહાનગરોમાં રાત્રી કરફ્યુ જાહેર કર્યું હતું. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શનિવાર અને રવિવારે કફ્ર્યુ જાહેર કરાયો હતો. આમ દર્શનાર્થીઓની સલામતી માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.