Western Times News

Gujarati News

ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર પોલીસે કાર રોકીને ત્રણને માર માર્યો

અમદાવાદ, ફરી એકવાર પોલીસે સામાન્ય જનતા પર પાવર બતાવ્યાનો કિસ્સો બન્યો છે. આ ઘટનામાં પોલીસે કથિત રીતે બુધવારની રાત્રે એક યુવકને રોકીને માર માર્યાની ઘટના બની છે. આ મામલે યુવકે ત્રણ પોલીસકર્મી સામે ફરિયાદ પણ નોંધાવી છે. ૨૯ વર્ષના યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે બુધવારે રાત્રે ત્રણ પોલીસકર્મીઓએ તેમને રોકીને માર માર્યો હતો, જેમાં માથામાં લકડી પણ મારી હતી.

હવે આ મામલે પોલીસ તપાસ થતા મહત્વના ખુલાસા થવાની સંભાવના દેખાઈ રહી છે.યુવકે ફરિયાદ કરી છે કે જ્યારે તે પોતાના ભાઈ અને મિત્રની સાથે જઈ રહ્યો હતો ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવક સહિત ત્રણ જણા પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને રોકીને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શનોન મોસેસ કે જેઓ નાના ચિલોડાના રહેવાસી છે, તેમણે શનિવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શનોન જણાવે છે તેમનો ભાઈ માર્શલ અને મિત્ર જાેનસન અને નિષિત કારમાં જઈ રહ્યા હતા, આ દરમિયાન તેમને બુધવારે રાત્રે તપોવન સર્કલ પાસે રોકવામાં આવ્યા હતા. માર્શલ કાર ચલાવી રહ્યો હતો, અને જ્યારે કાર રોકવામાં આવી તો શનોન ઉતરી ગયો હતો, પરંતુ માર્શલે શનોનને અંદર બેસી જવા કહ્યું હતું. આ દરમિયાન એક પોલીસકર્મીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને અકસ્માતે શનોન પોલીસકર્મીને અડી ગયો હતો.

ફરિયાદમાં જણાવ્યું છે કે આ કારણે પોલીસકર્મીએ તેને માર માર્યો હતો. અન્ય પોલીસકર્મી દ્વારા શનોન પર હુમલાનો પ્રયાસ કર્યો અને માર્શલે તેને એક બાજુએ લઈ જઈને રોકવાનો પ્રયાસ કર્યો. એક પોલીસકર્મીએ શનોનની આંખ નીચે અને માથામાં મારમાર્યો હતો. જ્યારે આ ઘટનામાં નિષિત વચ્ચે પડ્યો તો પોલીસે તેને પણ લાકડીથી માર માર્યો હતો. માર્શલને પણ માર મારવામાં આવ્યો હતો.

પોલીસના મારના કારણે શનોન વોમિટ કરવા લાગ્યો હતો. જેને સારવાર માટે રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પછી તેની તબિયત સારી થયા પછી તેણે આ ઘટનામાં સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાવી છે. રાતના સમયે પોલીસે કાર રોક્યા બાદ એવું તો શું થઈ ગયું કે ત્રણને માર મારવાનું શરુ કરી દીધું?SS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.