ગાંધીનગર કડી સર્વ વિદ્યાલય દ્વારા કાયરોપ્રેક્ટિક થેરાપી કેમ્પનું આયોજન

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) , ગાંધીનગરની શૈક્ષણિક સંસ્થા કડી સર્વ વિદ્યાલય દ્વારા કાયરોપ્રેક્ટિક થેરાપી કેંપ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ગરદન નો દુખાવો , કમરની તકલીફ ,માથાનો દુઃખાવો સ્નાયુપેશીઓ ની ઇજા, માઈગ્રેન અને હ્રદય સહિત ના રોગો માટે કાયરોપ્રેક્ટિક થેરાપી દ્વારા દર્દ દૂર કરવા માટે આગામી ૨૦ જૂન થી ત્રણ દિવસ માટે કાયરોપ્રેક્ટિક કેંપ યોજાશે.
આ અંગેની વધુ માહિતી આપતા કડી સર્વ વિદ્યાલય ના પ્રમુખ વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે કડી સર્વ વિદ્યાલયની ફિજીયો થેરાપી કોલેજ તેમજ મિશિગન ,કેલિફોર્નિયા, અને અમેરિકા ના સહયોગ થી ત્રણ દિવસ ચલનારા આ કેમ્પમાં ૧૨ જેટલા તજજ્ઞો વિના મૂલ્યે સારવાર આપશે. જેમાં દવા ના ઉપયોગ વિના દર્દીના રોગને કાયરોપ્રેક્ટિક થેરાપી ની મદદથી સારવાર આપવામાં આવશે.
તો બીજી તરફ કાયરોપ્રેકટર થેરાપી ની વિશેષતા વિશે વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે માનવ શરીર પર હાથના ઉપયોગથી જાેઈન્ટ પર પ્રેશરના માધ્યમથી કાયરોપ્રેક્ટિક સારવાર થાય છે. થતી હોવાનું જણાવ્યું છે. તો બીજી તરફ કાયરો પ્રેક્ટિક કોલેજ અમેરિકા ના પ્રમુખ ડૉ. રૉન ઓબરસ્ટાઈન એ આ અંગે વધુ માહિતી આપતાં કહ્યું કે
આ થેરાપી દ્વારા કરોડરજ્જુ ગોઠવણ થી દર્દીને સજા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમાં શરીર રચના ને યોગ્ય સ્થાને ગોઠવી લાંબા સમયથી પીડાતા વિવિધ સ્નાયુઓ ના દુખાવા જેમકે ગરદન , માથું , માઈગ્રેન , ચેતાતંત્ર , અને સ્નાયુઓની વિવિધ તકલીફો થી અનુભવતા દર્દ માંથી છુટકારો મળે છે.
એટલું જ નહીં અન્ય પેદા થતી કોઇપણ બીમારી માંથી રાહત મળતી હોવાનો દાવો કર્યો હતો. આ તબક્કે ડૉ. રોન ઓબરસ્ટાઈન એ માહિતી આપી કે ભારતમાં સૌથી વધુ કરોડરજ્જુની ઇજાઓ અને પીઠ ના દુઃખાવાનું પ્રમાણ વધુ જાેવા મળે છે. ત્યારે ગાંધીનગર ખાતે યોજનારાવ સેવા કેમ્પમાં ત્રણ દિવસમાં ૧૦ હજાર થી વધુ લોકોને થેરાપી થી તેમના દર્દ દૂર કરવામાં આવશે .