ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં રાષ્ટ્રગીતનું સમૂહ ગાન
ગાંધીનગર:ગાંધીનગર કલ્ચરલ ફોરમ ધ્વારા આ નવરાત્રીમાં નવી પહેલ કરવામાં આવી છે. નવરાત્રીના ગરબા સંપન્ન થાય તે પછી તરત જ સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે. નવરાત્રીમાં માતાજીની સાથે સાથે માતૃભૂમિની પણ આરાધના થાય અને યુવાનોમાં દેશભક્તિનો ભાવ વધુ બળવત્તર બને એવા ઉદેશ સાથે ગરબા પછી રાષ્ટ્રગીતનું ગાન કરાય છે.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉંડમાં દરરોજ અંદાજે 20 થી 25 હજ્જાર ખેલૈયાઓ અને પ્રેક્ષકો ઉપસ્થિતિ હોય છે. ગરબા પૂરા થાય પછી ખેલૈયાઓ મેદાનમાં જ હોય ત્યારે ગરબા ગવડાવતા કલાકારો, ખેલૈયાઓ અને હજજારો પ્રેક્ષકો પોતપોતાના સ્થાને ઊભા થઈને સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરે છે. હજજારો લોકો સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરતાં હોય ત્યારે એક અલૌકિક ચેતના અને ઉર્જાનું વાતાવરણ સર્જાય છે.
હજજારો ખેલૈયાઓ અને લોકોએ ગાંધીનગર કલ્ચરલ ફોરમની આ વિશિષ્ટ પહેલને ખૂબ ઉત્સાહથી વધાવી લીધી છે.