ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં લોકોએ રમઝટ બોલાવી
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં પહેલા નોરતે માતાજીની આરતી ઉતારી પૂજ્ય ગુરૂમા સમાનંદ સરસ્વતીજી, ગાંધીનગરના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, મહાનગર પાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા (જીગાબાપુ), આદરણીય કૈલાસદીદી, અને ગાંધીનગરના મહાનુભાવો હાજર રહ્યા હતા.
પહેલા નોરતે રાત્રે બરોબર 8.30 વાગ્યે ગરબા શરુ થયા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં ખેલૈયાઓએ માતાજી ની કૃપા પ્રતિ અંતઃકરણ પૂર્વક આભાર માનીને ગરબાની રમઝટ બોલાવી હતી.