Western Times News

Gujarati News

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં ચોથા નોરતામાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી

મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ-નવરાત્રી હવે પુરબહારમાં છે. ૨જી ઓક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં ચોથા નોરતાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતી ફિલ્મોના જાજરમાન અભિનેત્રી રોમા માણેક પણ ગાંધીનગરના ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા હતા. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ અધ્યક્ષ આશિષભાઈ દવે,  ગાંધીનગર નાગરિક કો.ઓ.બેન્ક ના ચેરમેન શ્રી એલ.કે.વાઘેલા,  ગાંધીનગર વસાહત મહાસંઘના  પ્રમુખ શ્રી કેશરીસિંહ બિહોલા, પેન્શનર સમાજના પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિ, જુનિયર સિટીઝન્સ કાઉન્સિલના પ્રમુખ શ્રી બિનેશભાઈ વસાવડા, ભારતીય જનતા પાર્ટી ના અગ્રણી હિતેશભાઈ મકવાણા અને ગાંધીનગરના આગેવાનોએ માતાજીની આરતી ઉતારી હતી.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને જાહેરમાં શૌચક્રિયાથી સંપૂર્ણ મુકત જાહેર કર્યું, એ પ્રતિ ગાંધીનગર વતી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમે પણ સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થઈને સ્વચ્છતા અંગેની જાગૃતિ પ્રસરાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી રંગબેરંગી વસ્ત્રોમાં શોભતા ખેલૈયાઓના ઉર્જાસભર નર્તનથી આંગણું દીપી ઉઠ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.