ગાંધીનગર કોર્પોરેશનના સફાઇ કર્મીઓ દ્વારા ન્યાય માટે ઉપવાસ આંદોલન
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલિકાની એજન્સીના સફાઈ કામદારો છેલ્લા ઘણા દિવસથી હડતાળ પર છે અને માંગણીઓ માટે નવા નવા કાર્યક્રમો પણ કરી રહ્યા છે તેમ છતાં તેમની માંગણીઓ નહીં સંતોષાતા ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા છે
ગાંધીનગર કોર્પોરેશનમાં એજન્સી મારફતે કામ કરતાં સફાઈ કામદારો સ્માર્ટ વોચના મુદે છેલ્લા ઘણા દિવસથી હડતાલ ઉપર છે પુરુષ સફાઈ કામદારોએ તો ૨૬ ની જાન્યુઆરી બાદ અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું
ગાંધીનગર મહાનગરપાલિકા પાસે સફાઈ સિવાય અન્ય કોઈ મહત્વની જવાબદારી નથી તેમ છતાં સફાઈ કામદારો ની સમસ્યા ઉકેલી શકતુ નથી ગઈકાલે સેક્ટર ૧૨ ખાતે ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ અનશન આંદોલન પર બેઠા છે જેમાં ગુજરાત સફાઇ કામદાર મંડળ માં શોષણ બંધ કરો,
સફાઈ કામદારો ને રોજમદાર માં સમાવેશ કરો એટલે સહી બંધ કરો કોરોના વોરીયસ ન્યાય આપો જનતાના સેવક ને ન્યાય આપો રોગચાળા સામે લડત આપતા વાલ્મિકી સમાજ ને ન્યાય આપો જેવા બેનરો લગાવ્યા હતા આ ઉપવાસ આંદોલનમાં રાજ્યના અન્ય સંસ્થાઓ સાથે સફાઈ કામદારોને મળવા આશ્વાસન આપવા
ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ અન્ય કોંગ્રેસના અગ્રણીઓ પહોંચી ગયા હતા હવે કોર્પોરેશન તેમની માગણી સંદર્ભે ક્યારે અને શું ર્નિણય લે છે તે જાેવાનું રહ્યું