ગાંધીનગર કોર્પોરેશન દ્વારા તા.૪ જૂન સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની નાગરિકોની વ્યક્તિલક્ષી અરજીઓના ત્વરીત નિકાલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તા.૪ જૂન શનિવારના રોજ સમય સવારે ૯.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક સુધી ગાંધીનગર મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ નં.૩માં સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ, સેક્ટર ૨૪, ગાંધીનગર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે.
જેમાં ૯.૦૦ થી ૨.૦૦ કલાક દરમિયાન અરજદારો પાસેથી રજૂઆત અને તેના પૂરાવા મેળવવામાં આવશે. આ રજૂઆતો અને અરજીઓના નિકાલની કામગીરી સાંજે ૫ વાગ્યા સુધી કરવામાં આવશે. જે દરમિયાન અરજદારોને તેમણે કરેલ રજૂઆતોના આખરી નિકાલની જાણ કરવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકાનાં નાગરિકો સેવાઓને લગતા વ્યક્તિગત પ્રશ્નોની રજૂઆત કરી શકશે. જેમાં આધારકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડનું બેંક ખાતા સાથે જાેડાણ, આઈ.સી.ડી.એસ. બાળકોના આધાર કાર્ડ, મોબાઈલ નંબર સાથે બેંક ખાતાનું જાેડાણ, નવું બેંક ખાતું ખોલાવવું, જનધન યોજના અને બેંક એકાઉન્ટ ખોલાવવું, રાશન કાર્ડને લગતી અરજીઓ, આવક, જાતિ, ઈ.ડબ્લ્યુ. એસ પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર, ડોમિસાઈલ વગેરે પ્રમાણપત્રને લગતી અરજીઓ, કુંવરબાઇનું મામેરું સહાય યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમિયાન દિવ્યાંગતા પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાનાં લાભો પી.એમ.જે માં યોજના (અરજી)
આ સેવા સેતુ કાર્યક્રમમાં રજૂઆત અર્થેના પ્રશ્નો રજૂ કરતી વખતે કોઈ અરજી ફી રહેશે નહિ, પરંતુ સબંધિત રજૂઆત માટે કાયદાથી કોઈ ફી નક્કી કરેલ હોય તો તે લેવાની રહેશે.
આ કાર્યક્રમ દરમિયાન ડાયાબીટીસ કેમ્પ રાખવામાં આવેલ છે જેની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે. તેમજ આર્યુવેદિક કેમ્પનું આયોજન કરેલ છે.બેંકો દ્વારા ઈ-પેમેન્ટ, ડીજીટલ લોકર, જનધન ખાતા ખોલવા અંગેની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવનાર છે. આ સેવાસેતુ કાર્યક્રમનો વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.hs3kp