ગાંધીનગર જિલ્લાના દહેગામમાં વિચિત્ર દુર્ઘટના સર્જાઈ

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) દહેગામ નરોડા રોડ પર આવેલા શ્રીનાથ સોસાયટી બહાર રોડ પર જીઈબી ની લાઈન ખસેડવાનું કામ ચાલી રહ્યું હતું જેમાં એક થાંભલાને ક્રેન થી તેને ઊંચો કરી ખસેડવામાં આવી રહ્યો હતો
ત્યારે ગાંધીનગર તાલુકાના રાણપુર ગામના વતની હિતેશભાઈ રામભાઈ પટેલ પોતાની કાર જીઈબીના કામમાં અડચણ ન થાય કારને નુકસાન ન થાય તે માટે અન્યત્ર ખસેડવા ગયા હતા તે સમયે ક્રેનમાં સાંકડથી બાંધેલો થાંભલો સીધો જ કાર પર પડતાં કાર નો છુંદો બોલાવી દીધો હતો
જાેકે સદભાગ્યે કાર ખસેડી રહેલા હિતેશભાઈ નું નસીબ જાેર કરતું હશે એટલે પાંચ સેકન્ડ માટે તેમનો આબાદ બચાવ થયો હતો હિતેશભાઈ પોતાની કાર નંબર જીજે-૧- કેજી-૨૭૫૯માં સીટ પર બેસીને કાર ખસેડી રહ્યા હતા ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા હિતેશભાઈ ની ઉપર જ એ થાંભલો પડવાની સંભાવના હતી તેવું નજરે જાેનારા એ માહિતી આપી હતી પણ નસીબ સાથ આપતા તેમના પરથી ઘાત હતી