ગાંધીનગર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૫ કરોડ જેટલી સાઘન- સહાયનું વિતરણ કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
(પ્રતિનિધિ) ગાંધીનગર, રાજયના જરૂરિયાતમંદ લાભાર્થીઓને સાધન- સહાયનો આધાર આપીને આર્ત્મનિભર બનાવવાનો નક્કર પ્રયાસ આ સરકારે કર્યો છે. છેલ્લા એક દાયકાથી ગરીબ કલ્યાણ મેળા થકી સાચા લાભાર્થીઓને લાભ આપવાનું ઉમદા કાર્ય સરકાર કરી રહી છે.
ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા કે, ’ સમાજના છેવાડાના માણસની ચિંતા કરવી સામાજિક અને સામુદાયિક જવાબદારી બની રહેવી જાેઇએ. સમાજના પછાત રહી ગયેલા વર્ગને સાથે લઇને ચાલવું એ જ માનવ્યનો સ્વીકાર. ગાંધીજીના આ વિચારને સાર્થક કરવા અને સર્વાંગી વિકાસની આશા ફળીભૂત કરવાના ઉમદા આશયથી રાજયના તત્કાલીન મુખ્ય મંત્રી અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજયભરમાં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ વર્ષ- ૨૦૦૯- ૧૦ થી કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, ર્ડા. બાબાસાહેબ આંબેડકર કહ્યું છે કે ’ જાે આપણ સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું હશે, તો સમાજના દરેક સ્તરના લોકોનો સાથ અનિવાર્ય છે. આપણા જ સમાજના દલિત, પછાત, વંચિત રહી ગયેલા ભાઇ-ભાંડુઓને આપણે જ પીઠબળ પુરું પાડવું રહ્યું.
રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની સરખી અને સામૂહિક ભાગીદારી વિના ઉચ્ચ ધ્યેયો હાંસલ કરવાનું શક્ય નથી. ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને નવું જીવન જીવવાની નવીન રાહ મળી રહી છે. તેઓ પગભર બની સન્માનભેર સમાજમાં જીવી રહ્યા છે.
યોજનાઓ વિવિધ લક્ષી છે, તેવું કહી ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ કહ્યું હતું કે, તેને અસરકારક રીતે છેવાડાના પરિવારો સુધી પહોંચાડવા માટે અને સાચા લાભાર્થીઓને તેનો લાભ મળે તેવા આશયથી ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહ્યા છે. આજે ગાંધીનગર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા થકી ૧૦૧૨ જેટલા ભાર્થીઓને રૂપિયા ૫ કરોડ જેટલી સાધન- સહાયનું વિતરણ હાથોહાથ કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓ દ્વારા તેમના મુખે સહાય મેળવ્યા બાદ જીવનમાં આવેલા બદલાવ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. મોરબી ખાતે રાજયના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ ગાંધીનગર ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત સર્વે લોકોએ નિહાળ્યું હતું.