ગાંધીનગર જીલ્લા માહિતી અધિકારી તરીકે હિરેન ભટ્ટની નિમણૂંક
માહિતી નિયામકની કચેરીમાં બદલી અને નવી નિમણૂંકનો દોર શરૂઃ સમાચાર શાખા, વિજ્ઞાપન શાખા અને સોશીયલ મીડિયાના ડેપ્યુટી ડાયરેકટર પણ બદલાયા
ગાંધીનગર, માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકશ્રીની કચેરીમાં નવી નિમણુંકોનો દોર શરૂ થતાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યા છે. ફિલ્મ પ્રોડકશન શાખાના ડેપ્યુટી ડાયરેકટર હિરેન ભટ્ટની બદલી ગાંધીનગર જીલ્લા માહિતી અધિકારી તરીકે કરવામાં આવી છે. જયારે સમાચાર શાખામાં ડેપ્યુટી ડાયરેકટર તરીકે જીગર ખુંટની નિમણુંક કરવામાં આવી છે.
માહિતી નિયામકશ્રીની કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની નવી નિમણુંકો કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓની નવી નિમણુંકોના પગલે બદલીઓનો દોર પણ શરૂ થયો છે. ફિલ્મ પ્રોડકશન, શાખાના ડેપ્યુટી ડાયરેકટર હીરેન ભટ્ટને જીલ્લા માહિતી કચેરી, ગાંધીનગર ખાતે નિમણુંક અપાઈ છે.
જયારે આઈ.એમ.ઠાકોરને આર.આર. શાખા, એસ.કે. કચોટને ફિલ્મ પ્રોડકશન શાખા, શ્રીમતી ઈલા વ્યાસને ગોધરા અને એ. જે.ગઢવીને જીલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે બદલી કરવામાં આવી છે. નવી નિમણુંકોમાં જીગર ખૂંટને ન્યુઝ એન્ડ મીડીયા રીલેશન શાખામાં, દિવ્યા છાટબારને અમરેલી નિત્યા ત્રિવેદીને ખેડા-નડીયાદ ચિંતન રાવલને ભાવનગર,
દેવેન્દ્ર કડીયાને સોશિયલ મીડીયા શાખા, માનસી દેસાઈને વિજ્ઞાપન શાખા, પ્રશાંત ત્રિવેદીને સુરેન્દ્રનગર અને ભાવના વસાવાને ભરૂચ જીલ્લા માહિતી કચેરી ખાતે મુકવામાં આવ્યા છે. સહાયક માહિતી નિયામકની બદલીઓ અને નવી નિમણુંકોના હુકમો પણ આ સાથે થયા છે.