ગાંધીનગર જૂના સચિવાલય ખાતે કર્મચારીઓએ કાળા ફુગ્ગા ઉડાડી NPS યોજનાનો વિરોધ નોંધાવ્યો
ગાંધીનગર, ગાંધીનગર ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના સ્વરૂપ કરવા માટે ક્રમશ આંદોલન શરૂ કરવાની યોજના બનાવવામાં આવેલ હતી જેના ભાગરૂપે 1 એપ્રિલ 2020 ના રોજ ગુજરાત રાજ્ય કર્મચારી સાથે જોડાયેલ તમામ કર્મચારીઓ તથા રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો શાળામાં 15 મિનિટ પહેલા પહોંચેલા કામ શરૂ કરતા પહેલા કર્મચારી કચેરી બહાર સામૂહિક રીતે એકત્ર થઇ બે મિનિટ મૌન કર્યા બાદ બેનર હાથમાં લઇ સૂત્રોચ્ચાર કર્યા હતા જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે ૧લી એપ્રિલના રોજ કાળી પટ્ટી તમામ કર્મચારીઓએ ધારણ કરી હતી.