ગાંધીનગર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ થકી આપતું અનાજ સાચા લાભાર્થી સુધી પહોંચે. તેમજ આ અનાજનું કોઈ વ્યક્તિ કે રેશનીંગ દુકાનદાર દ્વારા નફા અર્થે વિતરણ ન થાય તેની ખાસ તકેદારી રાખવા આજરોજ જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ
તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠકમાં જણાવ્યું હતું. અમુક રેશનકાર્ડધારક દ્વારા પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી લેવામાં આવે છે. તે સસ્તા ભાવે અનાજ થોડાક નફાનું ધોરણ લઇ વેપારી કે ફેરિયાને વેચી નાખવામાં આવતું હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિ ના કરવા રેશનકાર્ડ ધારકોને અપીલ કરી હતી.
તેમજ આ પ્રવૃત્તિ કરતા લાભાર્થીની, રેશનીંગ દુકાનદાર અને ખરીદી કરતા વેપારી સામે ફરિયાદ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાનું પણ તમામ મામલતદારશ્રીઓને જણાવ્યું હતું. રેશન કાર્ડ સાથે મોબાઈલ જાેડવા માટે કરવાની પ્રક્રિયાને ઝુંબેશ રૂપે શરૂ કરવાનું પણ ભારપૂર્વક જણાવ્યું હતું
આ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મે- ૨૦૨૨ અંતિત સુધી કરવામાં આવેલી વિવિધ કાર્યવાહી માટે ની આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી. જે અનુસાર આ કચેરી દ્વારા મે માસ દરમ્યાન ૧૯ લાયસન્સ આપવામાં આવેલા છે. તેમજ ૮ પરવાના રિન્યુ કરવામાં આવે છે.
આ કચેરી દ્વારા ૧૨૫ વેપારીની તપાસ કરવામાં આવી છે. જેમાંથી ૭ વેપારીની ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે. તેમજ મે- ૨૦૨૨ દરમ્યાન એડજ્યુડિકેટ ઓફિસર દ્વારા ૮૫ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ગાંધીનગરના ધારાસભ્ય સી.જે ચાવડા, જિલ્લા પુરવઠા અધિકારી એ.આર. ઠક્કર, તમામ મામલતદાર સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.