Western Times News

Gujarati News

અરિહંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ના વિદ્યાર્થીઓ દ્વારા ન્યુટ્રિશન એક્સ્પો ૨૦૧૯નું પ્રદર્શન યોજાયું

ગાંધીનગર, ન્યુટ્રિશન પ્રદર્શન માટેના મુખ્ય અતિથિ તરીકે યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ ડો.બાલા ભાસ્કરન, એકેડેમિક ડિરેક્ટર ડો.ડી.જે.શાહ અને શ્રી હિરેન કડીકર અને રજિસ્ટ્રાર ડો.સુશીલ કુમાર ઠાકુર હાજર રહ્યા હતા. જજીસ ની સામે વિદ્યાર્થીઓએ વિવિધ ડાએટ, ખોરાક રજૂ કર્યો અને તે કેવી રીતે વિવિધ રોગોના પ્રતિકારક માટે મહત્વપૂર્ણ છે તે અંગે ખોરાક બનાવી ને સમજુતી આપતું પ્રદર્શન કર્યું હતું. તેઓ નું નિરીક્ષણ મૂલ્યાંકનના માપદંડના આધારે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ યોજવા પાછળ ના મુખ્ય હેતુઓ, માનવ જીવન માટે સ્વસ્થ આહારને પ્રોત્સાહન પૂરું પાડવા અંગે ,દર્દીઓની પોષક જરૂરિયાતોને પહોંચી વળવા વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા, રોગની સ્થિતિને અને તેના ઉપહાર યુક્ત  વિવિધ આહાર સંબંધિત જરૂરી જ્ઞાન વિદ્યાર્થીઓ ને આપવા માટે તેમ જ ભલામણ કરેલ સંબંધિત આહારથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવવા માટે નો હતો.

ન્યુટ્રિશન એક્સ્પો માં ૫૦ થી વધારે નર્સિંગ ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં વિવિધ રોગો સામે કેવો આહાર આપડે અનુસરવો જોઈએ તે દર્શવાયું હતું. જેમ કે હાયપરટેન્શન, પાચન માં થયેલું ગુમડું, ડાયાબિટીસ, ગર્ભવતી સ્ત્રીઓ માટે, પ્રોટીન ઉર્જા આપતો આહાર, ફાઇબર આહાર, કુપોષણ થી પીડાતા વ્યક્તિઓ માટે જરૂરી આહાર કેવો હોવો જોઈએ તે અંગે ની વાનગીઓ બનાવી ને વિદ્યાર્થીઓ એ પ્રદર્શન રજુ કર્યું હતું.

અરિહંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ના પ્રિન્સિપાલ, ડો. જીબીન વર્ગીસ જણાવે છે કે, નર્સિંગ શાખાં ના વિદ્યાર્થીઓને પોષણ સંભાળની સ્ક્રીનીંગ અને આકારણી, આયોજન, અમલીકરણ તથા મૂલ્યાંકન માટે શિક્ષિત કરવાની તાતી જરૂર છે. ન્યુટ્રિશનલ સાયન્સના સિદ્ધાંતોનું એક મજબૂત ગ્રાઉન્ડિંગ પોષક સંભાળના ઘટકો પાછળના તર્કને સમજવા માટે જરૂરી છે.

વિવિધ રોગો અને શરીર માં ઘટતા તત્વો સામે જરૂરી પોષણ આપતો આહાર ની સમજૂતી એ અત્યંત ઉપયોગી અને શિક્ષિત રીતે નર્સિંગ ના વિદ્યાર્થીઓ એ પ્રધર્શન સ્વરૂપે રજુ કર્યું હતું. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થાય એ હેતુ થી અમે વિવિધ વર્કશોપ્સ જેમ કે એક્સપર્ટ ટોક્સ, કૉમ્યૂનિકેશન સ્કિલ્સ ડેવલપમેન્ટ, ડ્રો યોર ડ્રીમ્સ, સ્પીકર ફોરમ, અગ્રણી હોસ્પિટલ્સ ની મુલાકાત નું આયોજન જેવી પહેલ સતત કરીયે છીએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.