ગાંધીનગર મહાનગરપાલિકાના ઉમેદવારો દ્વારા ખોટા હિસાબોના મુદ્દે રજુઆત
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ગયા વર્ષ ૨૦૨૧ માં યોજવામાં આવી હતી જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા પોતાના હિસાબ રજુ કરવાના થાય છે જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ૪૧ ઉમેદવારો હિસાબ રજૂ કર્યા હતા જેની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવી હતી
જે મીડિયાના માધ્યમથી પ્રસિદ્ધ થતા તમામ ઉમેદવારો દ્વારા એક સરખા બિલ રજુ કરેલ છે તમામ ઉમેદવારોએ એફિડેવિટ કરી રજુ કરેલ છે તે તમામ બિલ અને એફિડેવિટ ખોટી રજુ કરેલ છે તે સ્પષ્ટપણે દેખાઇ આવ્યું હતું આ ખોટી એફિડેવિટ રજૂ કરવી તે ગુનો બને છે જે વેપારી દ્વારા ખોટા બિલ આપવામાં આવે છે
તે પણ ગુનો કહેવાય આ સમગ્ર પ્રક્રિયામાં જાેડાયેલા અધિકારી અને કર્મચારીની તપાસ કરી આ પ્રકારના હિસાબ રજુ કરનાર તમામ ઉમેદવારો પર પગલાં ભરી તાત્કાલિક અસરથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ તરફથી માંગ કરી હતી
રાજ્ય ચૂંટણી આયોગ આ સમગ્ર ઘટનાની ઉંડાણથી તપાસ કરી ન્યાય આપે તેવી રજૂઆત કરી હતી ચૂંટણી આયોગ સ્વતંત્ર સંસ્થા છે કોઈના પણ દબાણ ને વશ ના થઈ કામગીરી કરે તેવી માંગ કરી હતી.*