ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 3 ઓક્ટોબરે યોજાશે
રાજ્યમાં 41 તાલુકા પંચાયતની 48 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.- ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી પણ યોજાશે
ગાંધીનગર મહાનગરપાલિકાની ભૂતકાળમાં મોકૂફ રાખવામાં આવેલી ચૂંટણી હવે આગામી તા.૩/૧૦/૨૦૨૧ ના રોજ યોજાશે. રાજ્યના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ દ્વારા કરવામાં આવેલી જાહેરાત કરવામાં આવી છે.
આ છે ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી જાહેરાતની તારીખઃ 6 સપ્ટેમ્બર, 2021
જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખઃ 13 સપ્ટેમ્બર, 2021
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખઃ 18 સપ્ટેમ્બર, 2021
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 20 સપ્ટેમ્બર, 2021
ઉમેદવારો પાછી ખેંચાવાની તારીખઃ 21 સપ્ટેમ્બર, 2021
મતદાન તારીખઃ 3 ઓક્ટોબર, 2021
પુનઃમતદાનની તારીખ જો જરૂર પડી તોઃ 4 ઓક્ટોબર, 2021
મતગણતરી તારીખઃ 5 ઓક્ટોબર, 2021
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખઃ 8 ઓક્ટોબર, 2021
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગાંધીનગર મ.નગરપાલિકાની ચૂંટણીની સાથે ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. આ સાથે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકામાં બેઠકો ખાલી છે ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં 41 તાલુકા પંચાયતની 48 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.