ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પુરી

ગાંધીનગર, આવતીકાલ તા.૩ ઓકટોબરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન હાથ ધરાશે તેના માટે ચુંટણી પંચે તમામ તૈયારી પુરી કરી લીધી છે આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થનાર છે ગાંધીનગર મહાનગરપાલિકા માટે ચુંટણી પ્રચારના ગઈકાલે પડધમ શાંત થઈ ગયા હતાં આજે ઉમેદવારોએ ઘેર ઘેર જઇને ચુંટણી પ્રચાર કર્યો હતો.
ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આવતીકાલે પહેલી ચૂંટણી યોજાવાની છે. આ રાજકીય ઉથલપાથલમાં ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા છે.ત્યારે ભૂપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પહેલી ચેલેન્જ બની રહેશે.
ગાંધીનગરના ૧૧ વોર્ડમાં ૧૬૨ ઉમેદવારોમાંથી ૪૪ ઉમેદવારોની ચૂંટણી માટે લગભગ ૨.૩૦ લાખ મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. મહાનગરપાલિકાના પરિણામ ૫ ઓક્ટોબરના રોજ આવશે આ વચ્ચે જરૂર પડવા પર કેટલીક વિશેષ સીટ માટે ૪ ઓક્ટોબરના રોજ ફરીથી પણ મતદાન થશે.
ભુપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બન્યા બાદની આ પહેલી ચૂંટણી છે. ગાંધીનગરનું ઈલેક્શન એપ્રિલ મહિનામાં થવાનુ હતું, પરંતુ કોવિડ મહામારીને કારણે તેને અટકાવી દેવાયુ હતું. આ વખતે ચૂંટણીમાં ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ છે. બીજેપી અને કોંગ્રેસે ૪૪ સીટ પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. તો આપ પાર્ટીએ ૪૦ ઉમેદવાર ઉતાર્યા છે.
ગત ૨૦૧૬ ના ઈલેક્શનમાં ભાજપ અને કોંગ્રેસને કુલ ૩૨ સીટમાંથી દરેકને ૧૬ સીટ મળી હતી. જાેકે, થોડા દિવસોમાં જ કોંગ્રેસના બે ઉમેદવાર ભાજપમાં સામેલ થયા હતા. જેનાથી ભાજપે જીતનો ભગવો ગાંધીનગર મહાનગરપાલિકા પર લહેરાવ્યો હતો. જે ઉમેદવારોએ પાર્ટી બદલી હતી, તે પ્રવીણ પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા હતા.HS