ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ટોલ ફ્રી નંબરની સુવિધા શરૂ કરવામાં આવી

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર), ગાંધીનગરના કોર્પોરેશનના કમાન્ડ અને કંટ્રોલ ખાતે ફરિયાદોના નિવારણ માટે ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવ્યો જેના કારણે ટોલ ફ્રી નંબર ની લાઈન વ્યસ્ત આવવાનો પ્રશ્ન નહીં થાય જેના માટે પૂરતો સ્ટાફ પણ મુકવામાં આવશે રોડ, રસ્તા,સફાઈ ,ગટર ,પાણી ,કચરો, રખડતા ઢોરો સહિતની તમામ ફરિયાદો માટે હવે એક જ નંબર રહેશે
મહાનગર પાલિકા વિસ્તારના રહીશોની ફરિયાદ નિવારણ માટે અને અન્ય સૂચનો માટે ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૧૦૮ ૧૮૧૮ – કાર્યરત કરવામાં આવેલ છે આ ટોલ ફ્રી નંબર નો આરંભ મેયર હિતેશ મકવાણા ના હસ્તે કરવામાં આવ્યો હતો મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે
જેમાં નાગરિકો સરળતાથી સફાઇની કામગીરી સહિત સ્માર્ટ સીટી અંતર્ગત થતી કામગીરી અંગે વિકાસના કામમાં દિશા સૂચક બની રહે જનસુખાકારી ને પ્રાધાન્ય મળી રહે તે માટે આ ટોલ ફ્રી નંબર સેવાનો આરંભ કરવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના રહીશોને કચેરી સુધી ફરિયાદ કરવા આવું નહીં પડે
અને ઝડપી ફરિયાદનું નિવારણ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે ફરિયાદ કરનાર નાગરિકના મોબાઈલ નંબર મેળવી તેમની ફરિયાદ મળ્યાની જાણ પણ મેસેજ દ્વારા આપવામાં આવશે આ પ્રસંગે ડેપ્યુટી મેયર પ્રેમલસિહ ગોલ, સ્થાયી સમિતિના ચેરમેન જશવંત પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર ડો ધવલ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા