ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની મોડાસાના નિરીક્ષક તરીકે વરણી કરવામાં આવી
મોડાસા નગરપાલિકાની આવી રહેલી ચૂંટણીઓ માટે નિરીક્ષક તરીકે, ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની વરણી કરવામાં આવી છે.
ગાંધીનગર મનપામાં કોંગ્રેસ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા દાયકાઓ પહેલા પાયાના કાર્યકર તરીકે કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારથી સતત અને સઘન રીતે સંનિષ્ઠ કામગીરી કરીને કોંગ્રેસમાં અગ્રેસર નેતા તરીકે પોતાનું કદ વિકસાવવામાં સફળ નીવડેલા શૈલેન્દ્રસિંહ બિહોલા કોંગ્રેસમાં સૌના પ્રીતિપાત્ર રહ્યા છે.
આગામી ચુંટણીમાં મોડાસા નગર પાલિકા વિસ્તારના નિરીક્ષક તરીકે શૈલેન્દ્રસિંહ બિહોલાની વરણી થતા શુભેચ્છકો અને મિત્રો એ તેઓને અભિનંદન પાઠવ્યા હતા તથા તેમની આ જવાબદારી સુપેરે પાર પાડવા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.