ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશની વેબસાઈટ હેક, તુર્કી હેકર્સે લખ્યુ, ‘મિત્ર બનો, દુશ્મન નહીં’

પ્રતિકાત્મક
ગાંધીનગર, રાજ્યની ૮ મહાનગર પાલિકા પૈકીની ગાંધીનગર મહાનગરપાલિકા જે રાજ્યના પટાનગર સાથે સંકળાયેલી છે. આ ગાંધીનગર મહાનગર પાલિકાની https://gandhinagar municipal. com/ નામની વેબસાઈટ છે. આજે રવિવારે બપોરના સમયે તુર્કી સાયબર આર્મી દ્વારા વેબસાઈટને હેક કરવામાં આવી હતી. જે બાદ ત્યાં લખવામાં આવ્યુ હતુ કે, હેલો એડમિન, સિસ્ટમ હેક!.
આ વેબસાઈટ હેક કરીને તુર્કી હેકરો દ્વારા સંદેશ પણ મુકવામાં આવ્યો છે, કે અમારા મિત્ર બનો, દુશ્મન ન બનો. આ સાથે વધુ વેબસાઈટ પર લખવામાં આવ્યું છે, કે ‘જુલમ સાથે આબાદ છે તે સફળ થશે.’ વધુ એક સંદેશમાં લખ્યું છે કે, જે લોકો આ વિશ્વને નરક બનાવે છે, એટલે અમે આ વિશ્વને સંકુચીત બનાવી શકીએ છીએ
તમને જણાવી દઈએ કે, સાયબર આર્મી ગૃપ તુર્કી દેશથી ચાલે છે. આ સાયબર હેકર ગૃપ દ્વારા પહેલા પણ દેશમાં ઘણી વેબસાઈટો તથા સોશ્યિલ એકાઉંટ હેક થયા છે.
ગુજરાતમાં તુર્કી સાયબર આર્મી દ્વારા પ્રાથમિક જાણકારીમાં પ્રથમ વાર વેબસાઈટ હેક થઈ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગાંધીનગર મહાનગર પાલિકામાં ગત મહિને જ તમામ ૪૪ બેઠકો પર ચુંટણી યોજવામાં આવી હતી જેમાં આ વખતે ભાજપે જીત હાંસીલ કરી હતી.