ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેના હોટલ પ્રોજેકટની મુલાકાત લેતા કેન્દ્રીય રેલવે મંત્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી રશિયાનો પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ આવતાં વેત જ તેમણે કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયલજી સાથે ગાંધીનગર રેલવે સ્ટેશન પર નિર્માણ પામી રહેલા હોટલ પ્રોજેકટની નિરીક્ષણ મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયલજી અને મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેકટ ઝડપી પૂર્ણ થવાની દિશામાં કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ.કે.દાસ તથા આ પ્રોજેકટ સાથે સંકળાયેલા વરિષ્ઠ ઇજનેર અધિકારીઓએ કેન્દ્રીય મંત્રીશ્રીને પ્રોજેકટ અંગેની વિગતો પૂરી પાડી હતી.