Western Times News

Gujarati News

ગાંધીનગર સચિવાલયમાં આત્મહત્યા કરી લેનાર PIનો મૃતદેહ માદરે વતન બાયડ લવાયો

અરવલ્લી પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું 

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: બાયડની વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને ૨૦૦૮માં પોલીસ સર્વિસમાં જોડાયેલા અને ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખાના પી.આઈ  ૪૧ વર્ષીય પ્રિતેશ પટેલ એ સચિવાલય સંકુલમાં ગૃહ વિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો.

પી.આઈ પ્રિતેશ પટેલે આત્મહત્યા કરી લેતા તેમના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા વતન બાયડ પંથકમાં ભારે શોકગ્ની છવાઈ હતી પીઆઈ પટેલના મૃતદેહને માદરે વતન બાયડમાં લવાતા અરવલ્લી પોલીસે પીઆઈ પ્રિતેશ પટેલના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ગાર્ડ ઓફ ઓનર બાયડ મહિલા પીઆઈ ગોહિલ ઉપસ્થિતિમાં અપાયું હતું પીઆઈ પી.જે.પટેલની અંતિમવિધિમાં સમાજના અગ્રણીઓ અને શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા બાયડના વેપારી પરિવારના પુત્ર એવા પીઆઈએ આત્મહત્યા કરી લેતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

અમદાવાદ અને ગાંધીનગર જીલ્લામાં ફરજ બજાવી ચૂકેલ પીઆઈ પ્રિતેશ.જે.પટેલ થોડા સમય અગાઉ બાયડથી પરિવાર સાથે ધો.૧૨ માં અભ્યાસ કરતી પુત્રી અને ધો.૫ માં અભ્યાસ કરતા બાળકોના  ઉચ્ચ અભ્યાસ માટે ગાંધીનગર સરગાસણ ખાતે શીફ્ટ થયા હતા મૃતક પીઆઈ ના પત્ની ડાભા નજીક આવેલ માનપુર શાળામાં શાળામાં ફરજ બજાવી રહ્યા છે શનિવારે મોડી રાત્રી સુધી પીઆઈ પ્રિતેશ પટેલ તેમના ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસે તપાસ કરતા

આત્મહત્યાની આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ૪૧ વર્ષીય પ્રિતેશ જે. પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયુ નથી પરંતુ તેમની આત્મહત્યાથી વતન સહીત પોલીસ બેડામાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે.હાલ પોલીસ પી. જે. પટેલની આત્મહત્યા પાછળના કારણો શોધવામાં લાગી ગઇ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.