ગાંધીનગર સરકારી કાર્યાલયો તથા સ્ટાફ કવાર્ટસનો રૂ.ર૮ કરોડનો મ્યુ.ટેક્ષ બાકી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સામાન્ય માનવીનો મ્યુ.ટેક્ષ બાકી હોય તો મ્યુ.કોર્પોરેશનના સત્તાવાળાઓ ગટર-પાણીના કનેકશન કાપી નાંખતા હોય છે, બિલ્ડીંગને સીલ પણ મારવામાં આવતા હોય છે. જયારે સરકારી ઓફીસો કે સરકારી કવાર્ટસના મ્યુ.ટેક્ષની રકમ વર્ષોથી નહી ભરાતા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ગાંધીનગર મ્યુ.કોર્પોરેશનના સુત્રો તરફથી જાણવા મળે છે કે ૮ વર્ષથી ગાંધીનગર ખાતે આવેલ સરકારી કામો તથા સ્ટાફકવાર્ટસના મ્યુ.ટેક્ષની રકમની ભરપાઈ થતી નથી.
જે રકમ વધીને રૂ.ર૮ કરોડ જેટલી થાય છે. ટેક્ષની રકમ નદી વસુલ કરવાના કારણમાં સુત્રોએ જણાવ્યું કે ગાંધીનગર મ્યુ.કોર્પોરેશન કડક પગલા થઈ શકે તેમ છે. પરંતુ જા કડક પગલા લેવાનું શરૂ કરવામાં આવે તો સચિવો, અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ જેઓ સરકારી આવાસમાં રહે તેઓને મુશ્કેલીપડે તેમ છે., રાજય સરકારને આ લેણી રકમ ભરપાઈ કરવા પત્ર લખ્યો છે. અને રાજયસરકાર તરફથી લેણી રકમ ભરપાઈ કરવાની ખાત્રી પણ આપી છે.
પ્રાપ્ત થયેલ માહિતી મુજબ સૌથી વધારે મ્યુ.ટેક્ષ રોડ એન્ડ બિલ્ડીંગનો છે, જે રૂ.૧૮ કરોડથી વધુ હોવાનો જાણવા મળે છે.
રોડઝ એન્ડ વિકલાંગના અંન્ડર સેક્રેટરી હેમંત દેસાઈએ જણાવ્યું હતું કે રૂ.૮ કરોડની વધુ રકમનો ટેક્ષ બાકી છે, અને તે માટેની ફાઈલ મંજુરી માટે મોકલવામાં આવી છે, ફાઈલ મંજુર થઈને આવ્યા બાદ નાણાવિભાગે મંજુરી માટે મોકલવામાં આવશે. રૂ.ર૮ કરોડની લેણી નીકળતી રકમોમાં સરકારી સ્ટાફ કવાર્ટસના રૂ.૯ કરોડ, શિક્ષણ વિભાગના રૂ.૧ કરોડ, જી.એ.ડી હેલ્થ ડીપાર્ટમેન્ટના ૧૯ લાખ, તથા ગૃહવિભાગના રૂ.૬૯લાખ મુખ્ય છે. તેમ ગાંધીનગર મ્યુ.કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું હતું.