ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા ડૉ. રતનકંવર ગઢવી ચારણ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પાછી ઠેલાતા વહીવટદાર તરીકે નિમાયેલા મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર રતનકંવર ગઢવી ચારણે આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
ગાંધીનગરમાં કોરોનાએ ભારે કેર વર્તાવ્યો છે ત્યારે મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે નિમાયેલા ડૉ. ગઢવી ચારણ દ્વારા સોમવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જઈને કોરોના વિશે સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ કોરોના વોર્ડમાં જવા બાબતે ખચકાટ અનુભવતા હોવાની વાતો સાંભળવા મળી હોવાનું કારણ પણ કમિશનરની સિવિલ મુલાકાત પાછળ જવાબદાર હોય શકે છે.