ગાંધીનગર LCB દ્વારા દારૂ વેચતા બે બુટલેગરને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા
(પ્રતિનિધિ) ગાંધીનગર, રાજ્યમાં ગામ પંચાયત ની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ગામ પંચાયતની ચૂંટણી ને ધ્યાને રાખી પોલીસ મહાનિરીક્ષક અભય ચૂડાસમા ગાંધીનગર ડીએસપી મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન ના કેસો શોધી કાઢવા સૂચના આપી છે.
જેથી ગાંધીનગર એલસીબી ટુ ના પી એસ આઈ પી ડી વાઘેલા ની ટીમના એ.એસ.આઇ યજ્વેંદ્ર્શિહ કિરીટસિંહ તથા રવિન્દ્રસિંહ વનરાજસિંહ ને બાતમીના આધારે ગાંધીનગર સેક્ટર ૨૪ ખાતેથી વિદેશી દારૂની કુલ ૮૯ બોટલો સહિત ૨ ઈસમો પૈકી અયુબ રહેમાનભાઈ મન્સૂરી રહે બ્લોક નંબર ૬૮/ ૮૯, શ્રીનગર,સેક્ટર ૨૪, ગાંધીનગર
તથા કુણાલ ઉર્ફે ચિન્ટુ પ્રવીણભાઈ રાજવંશી રહે બ્લોક નંબર ૬૮ /૨૫૨ શ્રીનગર, સેક્ટર ૨૪, ગાંધીનગર ને ઝડપી પાડયા હતા તેમાં ત્રીજાે આરોપી નરેશ રજીભાઈ રાવળ રહે રાવળવાસ, કોલવડા જે નાસી છૂટયો હતો આરોપી નરેશ રજીભાઈ રાવળ પહેલા પણ નવ જેટલા ગુનામાં અલગ-અલગ જગ્યાએથી પકડાયેલ હતો
જે રીઢો ગુનેગાર થઈ ગયો હોવાથી ફરાર થઈ ગયો હતો કુલ બોટલ નગ ૮૯ કી.રૂ. ૩૫૬૦૦ અને મોબાઈલ નગ ૩ કી.રૂ.૨૫૦૦ સહિત કુલ મુદામાલ કી.રૂ.૩૮૧૦૦ ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે