ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા WHOના DG ડો. ટેડ્રોસે શું કહ્યું?
વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસએ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેકટર ઓફ જનરલ ડો. ટેડ્રોસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે તેઓ અમદાવાદ ખાતે સુપ્રસિદ્ધ ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા જયાં તેઓનું સૂતર ની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડો. ટેડ્રોસે ગાંધી આશ્રમમાં રેંટિયો કાંત્યો હતો અને ગાંધીજીને યાદ કરી વિઝીટર બુકમાં પોતાનો અનુભવ શેર કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. મનસુખભાઇ માંડવીયા અને કેન્દ્રીય શિપિંગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.