ગાંધી આશ્રમ ડાયરીમાં ટ્રમ્પે સંદેશ લખ્યો : મોદીનો ઉલ્લેખ
અમદાવાદ: ગાંધીઆશ્રમની મુલાકાત બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્રમની ડાયરીમાં રાષ્ટ્રપિતા ગાંધીજીને યાદ કરવા કે તેમના વિચારો કે, તેમના આદરની કોઇ વાત લખવાને બદલે મોદીનો જ માત્ર ઉલ્લેખ કર્યો હતો. કોઈ વિદેશી મહાનુભાવ ગાંધીઆશ્રમ આવ્યા હોય અને ડાયરીમાં ગાંધીજીના જીવન વિશે વિચારો વ્યક્ત નહી કર્યાની આ પ્રથમ ઘટના નોંધનીય અને ચર્ચાસ્પદ બની રહી હતી. ટ્રમ્પે પોતાના હસ્તાક્ષરમાં આશ્રમની ડાયરીમાં લખ્યું હતું કે, સામાન્ય રીતે કોઈ પણ મહાનુભાવ ગાંધીઆશ્રમ આવે છે ત્યારે તેઓ ગાંધીજીના જીવન વિશે પોતાના વિચાર ડાયરીમાં લખે છે.
પરંતુ ટ્રમ્પે આ પરંપરાને પણ તોડીને આજે ગાંધીઆશ્રમની મુલાકાત દરમ્યાન ગાંધીજીને બદલે નરેન્દ્ર મોદીનું અભિવાદન કરતો મેસેજ લખ્યો હતો. એવું આ પહેલીવાર બન્યું છે કે, કોઈ પણ વિદેશી મહાનુભાવ ગાંધીઆશ્રમની મુલાકાતે આવ્યા હોય અને તેમણે ગાંધીજીના જીવન વિશે પોતાના વિચારો વ્યક્ત ન કર્યા હોય. ગાંધીઆશ્રમની ઝડપભેર મુલાકાત લીધા બાદ ટ્રમ્પે આશ્રમની ડાયરીમાં પોતાનો મેસેજ લખ્યો હતો. ટ્રમ્પે લખ્યું હતું કે, ટુ માય ગ્રેટ ફ્રેન્ડ પ્રાઇમ મીનીસ્ટર મોદી, થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ વીઝીટ(પ્રતિ, મારા ગાઢ મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ અદભુત મુલાકાત બદલ આપનો ધન્યવાદ).
આ મેસેજની નીચે ટ્રમ્પ ઉપરાંત ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે પણ હસ્તાક્ષર કર્યા હતા. મેલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ આશરે ૧૧ મિનિટ સુધી ગાંધીઆશ્રમમાં રોકાયા હતા. ત્યારબાદ તેઓ મોટેરા આશ્રમ રવાના થઈ ગયા હતા. ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું સાદગીથી સ્વાગત કર્યા બાદ પીએમ મોદી અને ટ્રમ્પે ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી હતી. અને શ્રદ્ધાંજલિ આપી વંદન કર્યા હતા.
તો ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રેંટિયો કાંતવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહાસત્તાના પ્રમુખ અને તેમના પત્નીએ નીચે ગાદી પર બેસીને રેંટિયો કાંતવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ટ્રમ્પ રેંટિયો કાંતવામાં મૂંઝાતા મોદીએ હળવા અંદાજમાં આશ્રમના કોમ્યુનેટર લતાબહેન અને પ્રતિમાબહેનને રેંટિયો કાંતવામાં મદદ કરી હતી. તો ગાંધી આશ્રમની મુલાકાત સ્વરૂપે અમેરિકાના પ્રમુખને સંસ્મરણ ભેટ પણ આપવામાં આવી હતી. જેમાં ગાંધીજીને સને ૧૯૩૩માં જાપાનના બૌધ્ધ સાધુએ ભેટમાં આપેલી પ્રિય ત્રણ વાંદરાઓની પ્રતિકૃતિ અમેરિકાના રાષ્ટ્રપતિને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
ગાંધી આશ્રમની મુલાકાતે આવતા મહાનુભવો વિઝિટર બુકમાં ગાંધીજીના આદર્શો અને પોતાના અનુભવ અંગે લખતા હોય છે. ત્યારે પહેલી વખત ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વિઝિટર બુકમાં આશ્રમની મુલાકાત કરાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. મેલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ આશરે ૧૧ મિનિટ સુધી ગાંધીઆશ્રમમાં રોકાયા હતા. ત્યારબાદ તેઓ મોટેરા આશ્રમ રવાના થઈ ગયા હતા. જા કે, ગાંધીઆશ્રમની ડાયરીમાં તેમની આ નોંધ પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. ગાંધીઆશ્રમ સંચાલિત વિનયમંદિર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા બાપુના પ્રિય ભજન વૈષ્ણવ જન રે.. અને રઘુપતિ રાઘવ રાજારામ..નું ગાન કર્યું હતું.