સાબરમતી ગાંધીઆશ્રમ નજીક જ રીવર ફ્રન્ટ પર ગટર ઉભરાઈ
અમદાવાદ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (Gandhi jayanti) રજી ઓકટોબરે જન્મ જયંતિ નિમિતે ઠેરઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે ગાંધી આશ્રમમાં (Sabarmati GAndhi ashram, Ahmedabad) પણ સર્વ ધર્મ પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો યોજાવાના છે ત્યારે યુવકો તથા શ્રમિકો દ્વારા ગાંધી આશ્રમમાં સાફ સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
જયારે બીજી બાજુ ગાંધી આશ્રમ નજીક જ સાબરમતી રીવર ફ્રન્ટ પર ગટરનું પાણી ઉભરાઈને બહાર આવી રહ્યુ છે. શ્વભરમાં શાંતિ અને અહિંસાનો સંદેશો આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે સ્થાપેલા ગાંધી આશ્રમને નિહાળવા વિશ્વભરમાંથી લોકો આવે છે. પરંતુ ગાંધી આશ્રમના પગથિયા પાસે જ રિવરફ્રંટ પર ગટર ઉભરાતા ગંદકી ફેલાઈ રહી છે અને તેનું ગંદુ પાણી આસપાસ વહી રહયું છે તેમ છતાં મ્યુનિ. તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. (તસ્વીરઃ- જયેશ મોદી)