ગાંધી જયંતિથી ખેડા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો ઉજવાશે
નડિયાદ: સમગ્ર દેશમાં માત્ર ગુજરાત રાજ્યે બાપુના આદર્શોને અનુસરીને નશાબંધી નીતિનો એકધાર્યો અમલ કર્યો છે જેને અનુલક્ષીને દર વર્ષે ગાંધી જયંતીના દિવસથી નશાબંધી સપ્તાહ ઉજવીને વ્યસન મુકત સમાજ, તંદુરસ્ત સમાજ, ઉન્નત રાષ્ટ્રનો સંદેશ આપવામાં આવે છે. એ પરંપરાની એક કડીના રૂપમાં જિલ્લા નશાબંધી સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર સુધીર પટેલના માર્ગદર્શન હેઠળ નશાબંધી અને આબકારી વિભાગે વિવિધ સંસ્થાઓના સહયોગથી ખેડા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો દ્વારા નશાબંધી સપ્તાહ ઉજવવાનું આયોજન કર્યું છે.
તેનો પ્રારંભ ગાંધી જયંતિ તા.૨જી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ સવારે ૦૯.૩૦કલાકે લાયન્સ હોલ નડિયાદ ખાતે વ્યસનમુક્તિ યાત્રા અને પોસ્ટર પ્રદર્શન થકી વ્યસનોથી થતા નુકશાન અંગે નિષ્ણાતોના પ્રવચનથી થશે. ત્યાર બાદ તા. ૩-૧૦-૧૯ ના રોજ પીપલગ, ગુલાત, નરસંડા, વડતાલ, કણજરી, ચકલાસી, ઉત્તરસંડામાં વ્યસન મુક્તિ યાત્રા દ્વારા નશાબંધીનો પ્રચાર, પ્રસાર કરવામાં આવશે.
તા. ૪-૧૦-૧૯ ના રોજ સલુણ, કંજોડા, માંઘરોલી, ચલાલી, ડાકોર તા. ૫-૧૦-૧૯ ના રોજ કમળા, વરસોલા, વાંઠવાળી, સિંહુજ, અરેરી તા. ૬-૧૦-૧૯ ના રોજ પીજ, રામોલ, પીપળાતા, મિત્રાલ તા. ૭-૧૦-૧૯ ના રોજ મહુધા, કઠલાલ અને કપડવંજ શહેરમાં વ્યસન મુક્તિ યાત્રા દ્વારા સમાજમાં નશાબંધી અંગેનો સંદેશો ફેલાવવામાં આવશે. તા. ૮-૧૦-૧૯ ના રોજ સિધ્ધિ વિનાયક મંદિર, મહેમદાવાદ ખાતે બપોરે ૩-૦૦ કલાકે વ્યસન મુક્તિ, સલાહ સારવાર માર્ગદર્શન કેમ્પથી નશાબંધી સપ્તાહની પૂર્ણાહૂતિ થશે. એમ નશાબંધી અને આબકારી અધિક્ષક અમિતા પટેલે જણાવ્યું છે.
તા. ૩-૧૦-૧૯ ના રોજ બામણગામમાં રાત્રે ભજનસંધ્યા, તા. ૪-૧૦-૧૯ ના રોજ હાંડિયામાં ભવાઇ, અને તા. ૫-૧૦-૧૯ના રોજ સાંજે ઠાસરા તાલુકાના રખિયાલમાં ડાયરાનો કાર્યક્રમ યોજાશે.