ગાંધી-નહેરુના પરિવારની સંપત્તિઓની તપાસ કરાશે
હરિયાણા સરકારે પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહેલા રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટને ફાળવવામાં આવેલી જમીન અંગેની જાણકારી મેળવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હરિયાણાના મુખ્ય સચિવ કેશની આનંદ અરોડાએ હરિયાણાના શહેરી સ્થાનિક સંસ્થા વિભાગના સચિવને પત્ર લખીને વહેલામાં વહેલી તકે રાજ્યમાં ત્રણેય ટ્રસ્ટને ફાળવવામાં આવેલી જમીનની જાણકારી માગી છે. મુખ્ય સચિવે પત્રમાં પૂછ્યું છે કે શું આ ટ્રસ્ટોને રાજ્યમાં કોઈ જમીન ફાળવવામાં આવી છે, જો ફાળવવામાં આવી હોય તો ક્યાં-ક્યાં અને કેટલી જમીન ફાળવાઈ છે.
શહરી સ્થાનિક સંસ્થા વિભાગના તમામ અધિકારીઓને વહેલામાં વહેલી તકે જાણકારી એકઠી કરવાનો આદેશ આપી દેવાયો છે. હરિયાણામાં ૨૦૦૫થી ૨૦૧૪ દરમિયાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની સરકાર હતી. આરોપ લગાવવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૦ દરમિયાન ગાંધી-નહેરૂ પરિવારના નામ પર હરિયાણામાં એનેક સંપત્તિઓ ફાળવવામાં આવી હતી.