ગાંધી-નહેરૂ સામે આપત્તિજનક શબ્દો બદલ પાયલ સામે કેસ
નવી દિલ્હી, અભિનેત્રી પાયલ રોહતગી વિરૂદ્ધ પુણેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરૂદ્ધ આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરવાને લઈ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એક વીડિયોમાં પાયલે તેમના વિશે આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો જેથી પાયલ વિરૂદ્ધ સેક્શન ૧૫૩ ટ્ઠ, ૫૦૦, ૫૦૫(૨) અને ૩૪ આઈપીસીની કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અગાઉ પાયલે સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ નેહરૂ અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી જેને લઈ મોટો વિવાદ સર્જાયો હતો. પાયલે એક વીડિયો દ્વારા દાવો કર્યો હતો કે, મને લાગે છે કે, કોંગ્રેસ પરિવાર ટ્રિપલ તલાકની વિરૂદ્ધમાં એટલા માટે હતું કારણ કે મોતીલાલ નેહરૂની ૫ પત્નીઓ હતી. સાથે જ મોતીલાલ જવાહર લાલ નેહરૂના સાવકા પિતા હતા.આ દાવા પાછળ પાયલે એલિના રામાકૃષ્ણાની બાયોગ્રાફીનો હવાલો આપ્યો હતો. આ વીડિયોને લઈ ભારે હંગામા બાદ રાજસ્થાન પોલીસે આઈટી એક્ટની કલમ ૬૬ અને ૬૭ અંતર્ગત કેસ નોંધી લીધો હતો.
જાેકે આ પહેલી વખત નથી કે, કોઈ વિવાદિત નિવેદનને પગલે પાયલ મુશ્કેલીમાં ફસાઈ હોય કે તેના વિરૂદ્ધ કેસ નોંધાયો હોય. અગાઉ પણ અનેક પ્રસંગે અભિનેત્રીની ધરપકડ થઈ ચુકી છે. પાયલ પર થોડા મહિના પહેલા સોસાયટીના ચેરમેનને અપશબ્દો કહેવાનો અને જીવથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લાગ્યો હતો અને ત્યાર બાદ તેની ધરપકડ થઈ હતી. જાેકે બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવી હતી.SSS