ગાંધી પરિવારના ત્રણ ટ્રસ્ટોમાં ફંડિંગની તપાસનો આદેશ
નવી દિલ્હી: કોંગ્રેસના ત્રણ ટ્રસ્ટોમાં ફંડિંગની તપાસ કરવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. એક સરકારી યાદીમાં કહેવાયું છે કે ગૃહ મંત્રાલય તરફથી એક કમિટિ બનાવવામાં આવશે, કે જે આ ફાઉન્ડેશનની ફંડિંગ, તેના દ્વારા કરવામાં આવેલા નિયમોના ભંગની પણ તપાસ કરવામાં આવશે. આ કમિટિની આગેવાની સિમાંચલ દાસ સીધી દોરવણી આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાની તરફથી બુધવારના રોજ કરવામાં આવેલા ટ્વીટમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ઈન્ટર મિનિસ્ટ્રીની રચના કરી છે.
કે જે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરશે. તપાસમાં એક્ટ, ઈન્કમ ટેક્સ એક્ટ, એફસીઆરએ એક્ટના નિયમોના ભંગ અંગે પણ તપાસ કરવામાં આવશે. કમિટીની આગેવાની ઈડીના સ્પેશિયલ ડાયરેક્ટર કરશે. પ્રાપ્ય માહિતી અનુસાર, ટ્રસ્ટ સાથે સંકળાયેલ ફંડિંગની તપાસ ત્રણ અલગ-અલગ એજન્સીઓ કરશે. તેમાં સીબીઆઈની ટીમ હ્લઝ્રઇછ એક્ટ અંતર્ગત મામલાની તપાસ કરશે, આ ઉપરાંત કાયદા ભંગની તેમજ ઈન્કમ ટેક્સ વિભાગ ટેક્સ સંબંધિત મામલાની તપાસ કરશે. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા તરફથી કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી ફંડિંગ મળતું હતું.
આ ઉપરાંત દેશના વિકાસ માટે જે વડાપ્રધાન રાહત ફંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાંથી પણ યૂપીએ સરકારે રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ફેરવી દીધા હતા. તમને જણાવી દઈએ કે આ તપાસમા પીએમએલએ એક્ટ, એફસીઆરએ એક્ટના નિયમોના ઉલ્લંઘનની પણ તપાસ થશે. તમને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે તણાવ વચ્ચે ભાજપે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસે ફંડિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડીએ એમપીમાં વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરીને કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીનથી ફંડિંગ મળતી હતી. નડ્ડાએ લગાવ્યા છે ગંભીર આરોપ નડ્ડાએ કહ્યુ હતુ કે આ એ જ કોંગ્રેસ છે જ્યારે ૨૦૧૭ના ઓગસ્ટમાં ચીન અને ભારતના સ્ટેન્ડ આૅફ થઈ રહ્યુ હતુ. એ વખતે રાહુલ ગાંધી ચીનના રાજદૂત સાથે ગુપચુપ મુલાકાત કરી રહ્યા હતા.
૨૦૦૫-૦૬માં ચીન અને ચાઈનીઝ એમ્બેસીએ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ૩૦૦ હજાર અમેરિકી ડાલર આપ્યા હતા. નડ્ડાના બધા આરોપોને ધરમૂળથી ફગાવી દીધા આ ઉપરાંત દેશ માટે જે પ્રધાનમંત્રી રાહતકોષ બનાવવામાં આવ્યુ હતુ તેમાંથી પણ યુપીએ સરકારે પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપ્યા હતા. જો કે કોંગ્રેસે નડ્ડાના બધા આરોપોને ધરમૂળથી ફગાવી દીધા છે અને કહ્યુ છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન દેશ સેવા માટે કામ કરે છે, બધા આરોપો પાયાવિહોણા છે.
આ તપાસ અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું હતું કે, મિસ્ટર મોદીને એમ લાગે છે કે આખી દુનિયા તેમના જેવું જ વિચારે. એ એવું માને છે કે દરેક માણસની એક કિંમત હોય છે અને તેને કોઈપણ કિંમતે ડરાવી શકાય છે. એ ક્યારેય એવું નહીં વિચારે કે જે લોકો સચ્ચાઈ માટે લડે છે તેમની કોઈ કિંમત હોતી નથી અને તેમને ડરાવી શકાતા નથી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને કોરોના, લોકડાઉન, ચીન અને આર્થિક નીતિઓ વિશે તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.