ગાંધી પરિવારની બહારનો કોંગ્રેસ પ્રમુખ હોય: પ્રિયંકા ગાંધી
નવીદિલ્હી, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પાર્ટીના નેતૃત્વમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે આ સંકેત તેટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેમણે ગાંધી પરિવારની બહારના સભ્યને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની વાત કહી છે.
પ્રિયંકાએ કહ્યું કે એક બિન ગાંધીએ પાર્ટીનું નેતૃત્વ કરવું જોઇએ જેવું કે રાહુલ ગાંધી દ્વારા પદ પરથી રાજીનામુ આપ્યા બાદ કહેવામાં આવ્યું હતું હકીકતમાં રાહુલે રાજીનામુ આપતા કહ્યું હતું કે કોઇ બિન ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા જાેઇએ
કોંગ્રેસ મહામંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું કે અમારામાંથી કોઇએ પણ પાર્ટીના અધ્યક્ષ બનવું જાેઇએ નહીં અને હું તેમની આ વાતથી પુરી રીતે સહમત છું તેમણે આગળ કહ્યું કે મને લાગે છે કે પાર્ટીને પોતાનો રસ્તો પણ શોધી લેવો જોઇએ.
ભાજપની વિરૂધ્ધ ધારણાની લડાઇ હરનાર પાર્ટીની બાબતમાં જયારે પ્રિયંકાને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કોંગ્રેસ નવી મીડિયાને સમજવામાં ધીમી હતી અને જયાં સુધી તેણે તેને સમજવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધી નુકસાન થઇ ચુકયુ હતું.
પ્રિયંકાએ એ પણ કહ્યું કે તે એક બિન ગાંધીને બોસના રૂપમાં સ્વીકાર કરશે તેમણે કહ્યું કે જાે પાર્ટી અધ્યક્ષ કાલે મને કહે છે કે તે મને ઉત્તરપ્રદેશમાં ઇચ્છતા નથી અને તે મને અંડમાન અને નિકોબારમાં ઇચ્છે છે તો હું ખુશી ખુશી અંડમાન અને નિકોબાર જઇશ.
હકીકતમાં પ્રિયંકાનું આ નિવેદન મંગળવારે ધ પ્રિંટ દ્વારા પ્રસ્તુત ભારતની આગામી પેઢીના નેતાઓ પર એક પુસ્તકમાં પ્રકાશિત મુલાકાતનો હિસ્સો છે પ્રિયંકાના હવાલાથી કહેવામાં આવ્યું છે જયારે ભાજપે તેમના પતિ રોબર્ટ વઢેરાની વિરૂધ્ધ ભ્રષ્ટાચારના આરોપ લાવ્યા તો તેમણે પોતાના પુત્ર અને પુત્રીને બધુ જ સ્પષ્ટ રીતે બતાવી દીધુ. તેમણે કહ્યું કે જયારે મારા પતિની બાબતે આરોપ લગાવાયો તો હું મારા ૧૩ વર્ષના પુત્રની પાસે ગઇ અને તેને દરેક લેવડદેવડ વળતરની બાબતમાં બતાવ્યું મેં મારી પુત્રીને પણ આ બાબતમાં જણાવ્યું હું મારા બાળકો પાસે વસ્તુઓ છુપાવતી નથી હું તેમની સાથે ખુબ ખુલ્લી રીતે વાત કરૂ છું.HS