ગાંધી પરિવાર પાસે શિવસેના બાળાસાહેબનું સન્માન કરાવે

મુંબઈ, ગઠબંધન તુટયા બાદ શિવસેના અને ભાજપ એક બીજા પર હુમલો કરવાની તક જવા દેતા નથી. શિવસેના દ્વારા સામનામાં છાશવારે ભાજપ અને કેન્દ્ર સરકાર પ્રહારો થતા હોય છે.હવે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે શિવસેનાને વળતો જવાબ આપતા કહ્યુ છે કે, ભલે મહારાષ્ટ્રના સીએમ અને શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે એવુ કહેતા હોય કે ભાજપ સાથે ગઠબંધન કરીને શિવસેનાએ ૨૫ વર્ષ સડાવી દીધા હતા પણ હકીકત અલગ જ છે.
ફડનવીસે કહ્યુ હતુ કે, ભાજપ સાથે ચૂંટણી લડતી વખતે શિવસેના રાજ્યમાં નંબર વન પર હતી અને ભાજપ સાથે છેડો ફાડયા બાદ શિવસેના ચોથા નંબર પર આવી ગઈ છે.
શિવસેના સાથે અમારુ ગઠબંધન હતુ ત્યારે શિવસેના મોટાભાઈના રોલમાં હતી.શિવસેનાની સ્થાપના પહેલા તેના નેતાઓ ભાજપના ચૂંટણી ચિન્હ પરથી ચૂંટણી લડતા હતા.ઉધ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની સરકાર પર ધ્યાન આપવાની જરુર છે.
ફડનવીસે કહ્યુ હતુ કે, શિવસેનાનુ હિન્દુત્વ હવે ભાષણો અને કાગળોમાં રહી ગયુ છે.મહારાષ્ટ્રમાં સરકાર હોવા છતા શિવસેના ઔરંગાબાદનુ નામ બદલીને સંભાજી નગર કરી શકી નથી અને ભાજપે યુપીમાં અલ્હાબાદનુ નામ બદલીને પ્રયાગરાજ કરી બતાવ્યુ છે.કલમ ૩૭૦ હટાવવાના મામલામાં પણ શિવસેનાનુ બેવડુ વલણ રહ્યુ છે.
અમે તો બાલાસાહેબ ઠાકરેનુ ગર્વથી સન્માન કરીએ છે પણ શિવસેના તાકાત હોય તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાસે બાલાસાહેબનુ સન્માન કરાવી બતાવે..પણ શિવસેના એવુ નહીં કરી શકે, કારણકે સત્તાની લાચારી તેમની મોટામાં મોટી મજબૂરી છે.
ફડનવીસે કહ્યુ હતુ કે, ભાજપ પોતાના દમ પર ચૂંટણી લડીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે અને અમે તો અલગ લડીને પણ નંબર વન પાર્ટી બનીશું.SSS