Western Times News

Gujarati News

ગાંભોઇ તથા તલોદ પોલીસ સ્ટેશન ની હદ માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડતી  સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

નેત્રામલી: ‌સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે   જીલ્લા પોલીસ  અધિક્ષક સાહેબ શ્રી ચેતન્ય રવિન્દ્ર મંડલીક સાબરકાંઠા નાઓએ એલ.સી.બી ટીમને આપેલ સુચના આધારે શ્રી. વી.આર.ચાવડા, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી. જે.એમ.પરમાર તથા પો.સ.ઇ શ્રી બી.યુ.મુરીમા તથા હેકો જુલીયટભાઇ, હેકો મો.સલીમ, પોકો ઝાહીદહુસેન, પોકો પ્રકાશભાઇ, પોકો નીરીલકુમાર, ડ્રા.પો.કો.ચંદ્રસિંહ તથા ડ્રા.પો.કો. કાળાજી વિગેરે પોલીસના માણસો ગાંભોઈ તથા તલોદ પો.સ્ટે વિસ્તારમાં ખાનગી વાહનથી પ્રોહી અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઈ શ્રી બી.યુ.મુરીમા સા.નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે,

“ એક સફેદ કલરની મારૂતી સ્વિફટ ડિઝાયર ગાડી નંબર વગર ની માં ગે.કા.રીતે ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂ ભરી એક ઇસમ ભીલોડાથી નીકળેલ છે અને ગાંભોઇ હિંમતનગર  તરફ આવનાર છે ” જે બાતમી હકીકત આધારે ગામડી ગામની સીમમાં રોડ ઉપર બાતમીવાળા વાહનની વોચમાં રહી નાકાબંધી કરી આવતા જતા વાહનો ઉપર વોચમાં હતા દરમ્યાન ગાંભોઇ તરફથી એક સફેદ કલરની સ્વિફટ ડિઝાયર ગાડી આવતી હોઇ જેને અમો તથા સ્ટાફના માણસોએ ગાડી રોકવાની કોશીશ કરતા ગાડી દુરથી ઉભી રાખી અંદર બેસેલ ચાલક ઈસમ દરવાજો ખોલી અંધારાનો લાભા લઈ ભાગી ગયેલ જે ગાડી પાસે આવી ગાડીમાં જોતાં અંદર ભારતીયા બનાવટનો ઇગ્લીંસ દારૂ તથા બીયર નંગ -૪૮૦ કિ.રૂ. ૫૨૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ભરેલ હોઇ જે નંબર વગરની સ્વીફ્ટ ડિઝાયર ગાડી ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-મળી કુલ્લે કિ.રૂ. કિ.રૂ.૨,૫૨,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી સફેદ કલરની સ્વિફટ ડિઝાયર કંપનીની  નંબર  વગર ની ગાડીના ચાલક વિરૂધ્ધ ગાંભોઇ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૩૦૪/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨), મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ કરેલ છે.

તથા તલોદ પો.સ્ટે. વિસ્તારમાં રોઝડ ચારરસ્તાથી ધનસુરા જતા રોડ ઉપરથી બાતમીવાળી બોલેરો ગાડી નં. GJ-09-BG-2246 તથા નંબર વગરની સફેદ કલરની સ્વીફટ ડીજાયર ગાડી તથા નંબર વગરની સીલ્વર કલરની ફોર્ડ ફીગો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ/બિયર નંગ- ૧૦૫૬ કિ.રૂ. ૩,૦૧,૮૦૦/-તથા ગાડી નંગ-૩ કિ.રૂ. ૧૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ-૧ કિં.રૂ. ૩૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૫,૫૨,૧૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી (૧) નંબર વગરની સીલ્વર કલરની ફોર્ડ ફીગો ગાડીનો ચાલક કૈલાસચંદ્ર દેવીલાલજી મીણા (ડામોર) રહે. પગારા તા. જોતરી જિ. ડંગરપુર રાજસ્થાન નાઓને તા. ૧૪/૧૧/૧૯ ના ક. ૧૦/૩૦ વાગે અટક કરી બીજા વોન્ટેડ આરોપીઓ (૨) રવી રામદયાલ ચોધરી રહે.અમરાઇવાડી અમદાવાદ તથા (૩) દીપક મીણા રહે.ઝાંઝરી તથા (૪)પ્રભુલાલમીણા રહે.ખેરવાડા તથા (૫)નરેશ ડામોર રહે.હરસાવાડા તથા(૬) સુખલાલ ઉર્ફે શકાજી મીણા તથા (૭)રૂપલાલડાંગી તથા (૮)ગણેશ લાલા  ગામેતી રહે.કણબઇ તથા (૯) જીતુ મીણા રહે. ખેરવાડા તથા (૧૦) શૈલેષ ઇન્દ્રમલ જૈન રહે.ડુંગરપુર તથા (૧૧) ભવરલાલ ખેમરાજ મેવાડા રહે.બસી સલુંબર તથા (૧૨) ભેરૂમલ કલાલ રહે.બનુડા સલુંબર તથા (૧૩) નંબર વગરની સફેદ કલરની સ્વીફટ ડીજાયર ગાડી નો ચાલક નામ ઠામ જણાયેલ નથી તથા (૧૪) બોલેરો ગાડી નં. GJ-09-BG-2246 નોચાલક ડ્રાયવર નામ ઠામ જણાયેલ નથી તેઓ વિરૂ્ધ્ધ તલોદ પો.સ્ટે. અનુક્રમ થર્ડ ગુ.ર.નં-.૫૨૮૯/૧૯ તથા થર્ડ ગુ.ર.નં-.૫૨૯૦/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૧૧૬બી, ૯૮(૨), ૮૧,૮૩ મુજબના બે ગણનાપાત્ર કેસ કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.