ગાજણમાં યુવકે પત્ની અને બે બાળકો સાથે ગળેફાંસો ખાતા ચકચાર
(પ્રતિનિધિ)ભિલોડા, કોરોનાના કપરા સમયમાં લોકોની હાલત દયનિય બની રહી છે બીજીબાજુ સતત કુદરતના બેવડા મારથી ખેડૂતોની હાલત કફોડી બની છે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના એક નામાંકીત પરિવારે ઉદેપુરમાં ઝેરી દવા ગટગટાવી સામુહિક આત્મહત્યાની ઘટનાને હજુ તો લોકોના માનસપટ પરથી ભૂંસાઈ નથી
ત્યારે મોડાસાના ગાજણ ગામના ખેડૂત પરિવારના યુવાન પુત્રએ આર્થિક સંકડામણના લીધે તેની પત્ની બે નાના સંતાનો સાથે ગામના ડુંગરમાં આવેલ તળાવમાં પહોંચી ઝાડ સાથે ગળેફાંસો લગાવી સામુહિક આત્મહત્યા કરી લેતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું હતું સામુહિક આત્મહત્યાની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા યુવાન ખેડૂત યુવાને પરિવાર સાથે આત્મહત્યા કરી લેતા મોડાસા રૂરલ પોલીસ સહીત જિલ્લા પોલીસનીનો ઘટના સ્થળે પહોંચી હતી. હત્યા કે આત્મહત્યાના સહીત તરહ તરહની ચર્ચાઓ વચ્ચે પોલીસે સઘન તપાસ હાથ ધરાઈ છે.
૩૧ ડિસેમ્બરે રાત્રીના રાત્રીના ૧૦ વાગ્યા પછી ગાજણ ગામે રામદેવપીર ફળી વિસ્તારમાં રહેતો ૩૨ વર્ષીય ખેડૂત કાળુસિંહ પરમાર તેમના પત્ની જયોતિકાબેન અને પુત્ર મયંક (ઉ.વ.૭) અને ટેડીયો (ઉ.વ.૫) ઘરેથી ગુમ થઇ જતા ભારે ચકચાર મચી હતી આ અંગે યુવકના પિતાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમનો પુત્ર પરિવાર સાથે ગુમ થઇ ગયો હોવાની જાણ કરી હતી યુવકના પરિવારજનો અને સગા-સબંધીઓ એ સંભવીત તમામ સ્થળોએ ગુમ પરિવારની શોધખોળ આદરી હતી
ત્યાંજ ત્રણ દિવસથી અચાનક ગૂમ થઈ ગયેલ આ ખેડૂત દંપતી અને તેના બે પુત્રો શનિવારની માંડી સાંજે ગાજણ ગામના ડુંગરમાં આવેલા તળાવ નજીક ખરાબાના એક ઝાડ ઉપરથી ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકતી મળી આવતા આવતાં ભારે ચકચાર મચી હતી.
આ ઘટના અંગે મોડાસા ગ્રામ્ય પોલીસને જાણ કરાતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. અને એક ઝાડ ઉપર જુદી બે દોરીમાં લટકતા ૪ મૃતદેહોને જાેઈ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીને જાણ કરાઈ હતી. જાણ થતાં જિલ્લાના ડીવાયએસપી ભરત બસીયા,એલસીબી પોલીસ સહીત અન્ય વિવિધ એજન્સી ઘટનાસ્થળે પહોંચી અને જરુરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
હાલ મોડાસા રૂરલ પોલીસે યુવક ખેડૂત દંપતી અને બે માસુમ બાળકોના મૃતદેહને પીએમ માટે મોકલી આપી યુવકની પિતાની જાહેરાતના આધારે આત્મહત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .
ગાજણ ગામે યુવાન ખેડૂત યુવકે પરિવારના બે નિર્દોષ માસુમ તેમજ પતિ, પત્ની એ આત્મહત્યા કરી લેતાં સામુહિક આત્મહત્યાની રુંવાડા ઉભા કરી દીધા હતા આર્થિક સંકડામણ ને લઈ આ પરિવારે સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાની લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.