ગાઝિયાબાદમાં ફ્લાઇ ઓવરથી બસ નીચે પડતા 10ના મોતની આશંકા
ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બુધવારે રાત્રે મોટી દુર્ઘટના સર્જાય છે. લાલ કુંઆ તરફથી ગાઝિયાબાદ આવી રહેલી યાત્રીકોથી બરેલી બસ ભાટિયા વળાંકના ફ્લાઇઓવરથી નીચે પડી ગઈ છે. દુર્ઘટના સમયે ફ્લાઇઓવરની નીચે બજાર લાગેલી હતી. સ પડવાથી બજારમાં હાજર અનેક લોકો તેની ઝપેટમાં આવી ગયા છે.
ઘટનાની જાણકારી મળવા પર પહોંચેલી પોલીસે યાત્રીકો અને બસની ઝપેટમાં આવેલા લોકોને કાઢવાનું શરૂ કરી દીધુ છે. હાલ જિલ્લા સરકારી હોસ્પિટલ એમએમજીમાં એમ્બ્યુલન્સના માધ્યમથી ૧૦ ઈજાગ્રસ્તોને મોકલવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવુ છે કે ૮થી ૧૦ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે પરંતુ હજુ સુધી કોઈના મોતની સત્તાવાર પૃષ્ટિ થઈ શકી નથી.
ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ જણાવ્યુ કે બસ રોંગ સાઇડ આવી રહી હતી. ફ્લાઈઓવર પર બાઇકને ટક્કર માર્યા બાદ બસે સંતુલન ગુમાવ્યું અને રેલિંગ તોડી નીચે પટકાય હતી. દુર્ઘટનાની માહિતી મળતા જિલ્લાધિકારી અને એસએસપી પહોંચી ગયા છે. સરકારમાં સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અને સ્થાનીક ધારાસભ્ય અતુલ ગર્ગ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.HS