ગાઝિયાબાદ ધટના: મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ અને નોકરી
લખનૌ, ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદ જીલ્લાના મુરાદનગરમાં રવિવારે શ્મશાન ઘાટ ઉપર થયેલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને યોગી સરકારે ૧૦ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે યોગ્યતાના આધાર પર નોકરીનું પણ વચન આપવામાં આવ્યું છ.જયારે ઇજા પામેલાઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં મફત સારવાર માટે કહેવામાં આવ્યું છે. એ યાદ રહે કે આજે સવારે ગ્રામીણોએ શહ રાખી જામ લગાવી દીધો હતો તેઓ મુખ્યમંત્રીને બોલાવવાની માંગ પર મકકમ હતાં ત્યારબાદ અધિકારીઓએ પરિવાર સાથે વાત કરી લખનૌથી મળેલ નિર્દેશ બાદ ગાઝિયાબાદના એડીએમ સિટી શૈલેન્દ્ર સિંહે વળતર આપવાની જાહેરાત કરી.
આ પહેલા મુરાદનગરમાં મૃતકોના પરિવારજનો માર્ગ પર શબ રાખી જામ કરી રહ્યાં હતાં અહીં સેંકડો લોકો જમા થઇ ગયા હતાં ત્યારબાદ પોલીસ પ્રશાસને તેમને સમજાવ્યા હતાં આથી લોકો ઉશ્કેરાઇ ગયા હતાં. પોલીસે કહ્યું કે પહેલા અમને ગોળી મારી દો ત્યારબાદ શબ લઇ જાઓ.
એ યાદ રહે કે મુરાદનગર બંબા માર્ગ પર આવેલ શ્મશાન ઘાટ પાસે રવિવારે જયરામના અંતિમ સંસ્કાર માટે પરિવાર અને આસ પડોસના લોકો આવ્યા હતાં અંતિમ સંસ્કાર કર્યા બાદ તેઓ જાય તે પહેલા જત તુટી પડી હતી ધટના અચનાક થતા તેમાં બુમરાગ પણ સાંભળી શકાયો ન હતો મોજુદ ઇજા પામેલાઓનુંકહેવુ છે કે જે લોકો લેંટરમાં દબાઇ ગયા તેમની અવાજ સંભળાતો ન હતી અને જે બચી ગયા તે આઘાતમાં છે.ઇજા પામેલા લોકોએ પોતાના નજીકના લોકોને ફોન કરીને બોલાવ્યા હતાં ઘટનાના લગભગ એક કલાક બાજ ત્યાં એમ્બ્લ્યુલન્સ પહોંચી આ પહેલા કાટમાળમાં દબાયેલા કેટલાક લોકો નિકળી નજીકની હોસ્પિટલી પહોંચી ગયા ત્યારબાદ જેસીબીની સહાયતાથી દિવાસ તોડી ત્યાં દબાયેલા લોકોને કાઢવામાં આવ્યા હતાં પરિવારજનોનું કહેવુ છે કે લગભગ ૫૦ લોકો હાજર હતાં જેમાંથી ૨૫ લોકોના મોત નિપજયા છે.HS