Western Times News

Gujarati News

ગાઝીપુર બોર્ડર પર હટાવામા આવી રહ્યા છે ખિલ્લા

નવી દિલ્હી, ગણતંત્ર દિવસ પર થયેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશના ગાઝીપુર બોર્ડર પર લગાવવામા આવેલા ખિલ્લા હટાવી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. જો કે, આ વીડિયોને લઇને દિલ્હી પોલીસનું નિવેદન સામે આવ્યું છે જેમા તેમણે સ્પષ્ટ કર્યુ છે કે ખિલ્લાને હટાવવામા નથી આવી રહ્યા, સ્થિતિ પહેલા જેવી જ છે. તેમા કોઇ પરિવર્તન આવ્યો નથી. દિલ્હી પોલીસની બોર્ડર પર ખિલ્લા લગાવવાની નીતિને સોશ્યલ મીડિયાથી લઇને રાજકીય વર્તુળમાં ટીકા થઇ છે.

સોશિયલ મીડિયામાં ગાઝીપુર બોર્ડરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એવું દેખાડવામા આવી રહ્યુ છે કે, રસ્તા પરથી ખિલ્લા હટાવવામા આવી રહ્યા છે. દિલ્હી પોલીસએ આ વીડિયો બાબતે જણાવ્યુ કે ખિલ્લાને રિપોઝીશન કરવામા આવ્યા છે. સીમા પર સ્થિતિ હજુ ગંભીર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.