ગાઝીપુર સરહદે ખેડૂતોનો જમાવડો, વીજ પુરવઠો બંધ
ગાઝિયાબાદ: પૂર્વ દિલ્હીની સરહદ પર ખેડૂત આંદોલનનું કેન્દ્ર બનેલા ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં ખેડૂતોને અપાઈ રહેલો વીજળી પૂરવઠો બંધ કરી દેવાયો છે. અહીં ખેડૂતોનો મોટા પાયે જમાવડો છે. આ સમગ્ર વિસ્તારમાં અચાનક પોલીસ ફોર્સ વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં ખેડૂતોએ કરેલી બબાલ બાદ લાલ કિલ્લો બંધ કરી દેવાયો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના એક આદેશ મુજબ લાલ કિલ્લો ૨૭ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે.
જાે કે આ આદેશ પાછળના કારણનો ઉલ્લેખ કરાયો નથી. પરંતુ તેમાં છ જાન્યુઆરી અને ૧૮ જાન્યુઆરીના જૂના આદેશોનો ઉલ્લેખ કરાયો છે જે હેઠળ પ્રતિષ્ઠિત સ્મારકને બર્ડ ફ્લૂના અલર્ટના કારણે ૧૯ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી બંધ કરી દેવાયા હતા.
લાલ કિલ્લો ગણતંત્ર દિવસ સમારોહના કારણે ૨૨ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી સુધી બંધ હતો. સૂત્રોએ જણાવ્યું કે ૨૭ જાન્યુઆરીના રોજ પ્રવાસીઓ માટે ખોલવાનો હતો પરંતુ એવું બની શક્યું નહીં. સૂત્રોએ જણાવ્યું કે ૨૬ જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા પરિસરમાં ભડકેલી હિંસા બાદ છજીૈં એ નુકસાનની સમીક્ષા માટે ગેટ બંધ રાખવાનો ર્નિણય લીધો છે.
આ અગાઉ બુધવારે સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહ્લાદ પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને છજીૈં પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડ માં થયેલી હિંસા બાદ ખેડૂતોના પ્રદર્શન પર સવાલ ઉઠી રહ્યા છે. હિંસાને લઈને દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. આ સાથે જ ખેડૂત સંગઠનોમાં પણ ફૂટ જાેવા મળી રહી છે. બે ખેડૂત સંગઠનોએ આ આંદોલનથી પોતાને અલગ કર્યા છે.
ખેડૂતોએ પોતાની સંસદ સુધીની માર્ચ પણ ટાળી છે. અત્રે જણાવવાનું કે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ૧ ફેબ્રુઆરીના રોજ સંસદ માર્ચ કરવાની જાહેરાત કરી હતી. જે હવે ટાળવામાં આવી છે. આ દિવસે લોકસભામાં સામાન્ય બજેટ રજુ થવાનું છે.