Western Times News

Gujarati News

ગાઝીયાબાદ દુર્ધટના: ઇઓ જેઇ અને સુપરવાઇઝરની ધરપકડ

ગાઝિયાબાદ, ગાઝીયાબાદમાં સ્મશાન દુર્ધટનામાં ઇઓ નિહારીકા સિંહ, જેઇ ચંદ્રપાલ અને સુપરલાઇઝર આશીષની પોલીસે ધરપકડ કરી છે જયારે ઠેકેદાર અજય ત્યાગી ફરાર છે. શાસનની કડકાઇ બાદ કમિશ્નર અજીતા સી મેશ્રામે અને પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમારે ગઇકાલે રાતે અધિકારીઓ સાથે મોદીનગર તાલુકામાં બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી ત્યારબાદ બંન્ને અધિકારીઓના નિર્દેશ પર મોડી રાતે જ મુરાદનગર પોલીસ સ્ટેશનના નગર પાલિકાની ઇજી જેઇ સુપરવાઇઝર અને ઠેકેદારની વિરૂધ્ધ બિન બિન ઇરાદાપૂર્વકની હત્યા કામમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર વગેરેના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસમાં મૃતક જયરામના પુત્ર દીપકે ફરિયાદ કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના પિતા જયરામનું શનિવારની રાતે મોત થયું હતું અંતિ સંસ્કાર માટે તેમના સંબંધી અને પાસ પડોસ આવ્યા હતાં ત્યારે છત તુટી પડી હતી તેમાંથી ૨૩ લોકોના મોત નિપજયા હતાં અને ૨૦થી વધુને ઇજા થઇ હતી. તેમણે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ઇઓ સહિત અન્ય અધિકારીઓએ ઠેકેદારની સાથે મિલીભગત કરી નબળુ બાંધકામ કર્યું હતું જેને કારણે આ ઘટના બની હતી. તેમણે આ ધટના અને થયેલ મોત માટે અધિકારીઓને જવાબદાર બતાવ્યા હતાં અને તેમની વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. વરિષ્ઠ પોલીસ અધીક્ષક કલાનિધિ નૈથાનીએ કહ્યું કે ફરિયાદના આધાર પર મામલો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. બીજ બાજુ મુરાદનગર પોલીસ સ્ટેશનના વડાએ કહ્યું કે આ મામલામાં બે ત્રણ લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા છે અને તેમની પુછપરછ ચાલુ છે. સુત્રોનું કહેવુ છે આ દુર્ઘટનામાં કુલ મૃત્યુ આંક ૨૫ ઉપર પહોંચ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.