ગાડીના કાચ તોડી ચોરી કરતા મામા,ભાણા તથા સાળાની ધરપકડ
અમદાવાદ: મણીનગર પોલીસે શહેરમાંથી ફોર વ્હિલ ગાડીના કાચ તોડી ચોરી કરતા મામા, ભાણા તથા સાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર મણીનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મણીનગર રેલવે ક્રોસીંગ પાસે જાહેર રોડ પર આવતા તેમને માહિતી મળી હતી કે ક્રોસીંગ પાસે અજય રામસીંગ યાદવ ઉવ ૫૦ રહે દયાલકાકાના મકાનમાં ઇદીરાનગર વિભાગ ૧ લાંભા અસલાલી મૂળ વતન દાદીકા ફાટક બસો ફુટ બાયપાસ રોડ ભોરા કા લાંગળ જયપુર સીટી રાજસ્થાન, લોકેશકુમાર મહિપાલ યાદવ ઉવ ૨૨ રહે દયાલકાકાના મકાનમાં ઇદીરાનગર વિભાગ ૨ લાંભા અસલાલી અમદાવાદ ગ્રામ મૂળ વતન બડીધાણી સીકર રાજસ્થાન તથા ભવાની નાયક ઉવ ૩૨ રહે દયાલકાકાના મકાન ઇદીરાનગર વિભાગ બે લાંભા અસલાલી મૂળ વત મોરેડા રાજસ્થાન શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ફોર વ્હિલ ગાડીઓના કાચ તોડી ચોરી કરી કરનાર આવી રહ્યાં છે
આથી પોલીસે વોચ ગોઠવી તેમની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ નં. ૨ કિ.૪૦૦૦૦,હાર્ડ ડીસ્ક કી.૫૦૦૦,સોનાની બુટ્ટી બે નંગ કી ૧૨૦૦૦ મોબાઇલ ફોન ૪ કી ૨૫૦૦૦ સાઇન મો.સા. જેની કીં ૩૦૦૦૦ પન ડ્રાઇવ નંગ ૭ ૫૦૦૦ ગ્રે કલરની સ્કુલ બેગ કિ ૨૦૦ મળી કુલ ૧૧૭,૨૦૦નો મુદ્દા માલ જપ્ત કરી તેમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.