ગાડીના ચાલકે ટક્કર મારતાં મોટર સાયકલ સવાર બંને યુવાનના મોત
પરીવારના સભ્યોમાં શોકનો માહોલ : પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કવચીયા ગામના કૌશિક ભુપતભાઈ વસાવા (ઉ.૨૦) અને અભિષેક કિશનભાઈ વસાવા (ઉ.૧૯) કે.ટી.એમ ગાડી નંબર જીજે-૨૨-એલ-૬૫૮૫ લઈને પસાર થઈ રહ્યા હતા.જે દરમ્યાન સામે છેડે થી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા અલ્ટો ગાડી નંબર જીજે-૫-સીઓ-૮૪૬૫ ના ચાલકે ટક્કર મારતાં કૌશિક ભુપતભાઈ વસાવાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું
અભિષેક કિશનભાઈ વસાવાને પણ માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.પરંતુ સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યું હતું.ગમખ્વાર અકસ્માતની બનાવની જાણ થતાં ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.
તો અકસ્માત માં બંને ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા.વાલીયા પોલીસે ગુનો નોંધી આગળની તપાહ હાથધરી હતી.કવચીયા ગામના બંને યુવાનોના અકસ્માતમાં મોતને ભેટતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં શોક વ્યાપી જવા માંડ્યો હતો.અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને યુવાનોની અંતિમ વિધીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.