ગાઢ ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસ પર ધડાધડ અથડાયા 20 વાહનો, 3ના મોત

નવી દિલ્હી, ગાઢ ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસમાં 15થી 20 વાહનોની અથડામણ થઈ હતી. એ આૃથડામણોમાં કુલ ત્રણનાં મોત થયા હતા. લગભગ ડઝનેક લોકો ઘાયલ થયા હતા. પાટનગર દિલ્હીમાં ભારે ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઝીરોએ પહોંચી જતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
યમુના એક્સપ્રેસ હાઈવેમાં ધુમ્મસના કારણે સંખ્યાબંધ વાહનોની અથડામણ થઈ હતી. 15થી 20 વાહનો એકબીજા સાથે અકસ્માતે અથડાયા હતા. આ અકસ્માતોમાં કુલ ત્રણ લોકોએ જીવ ખોયો હતો. ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. વાહનોમાં પણ નુકસાન થયું હતું. એક્સપ્રેસ વે પરથી પસાર થયેલા લોકોએ તો 40 વાહનોની આૃથડામણ થઈ હોવાનો દાવો કર્યો હતો.
પાટનગર દિલ્હીમાં ભારે ધુમ્મસના કારણે વિઝિબિલીટી ઝીરો થઈ હોવાનું હવામાન વિભાગે કહ્યું હતું. તેના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. નજર સામે દૃશ્ય સ્પષ્ટ દેખાતું ન હોવાથી વાહન ચાલકોએ ભારે મુશ્કેલી અનુભવી હતી. દિલ્હીમાં હવાનું પ્રદૂષણ હજુ પણ ખૂબ જ ખરાબની કેટેગરીમાં રહ્યું હતું. હવા પ્રદૂષણમાં ખાસ સુધારો નોંધાયો ન હતો.