ગાઢ ધુમ્મસને લીધે ટ્રક ટોલ ટેક્સ નાકા સાથે ટકરાઈ
અમદાવાદ, કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનુ વાતાવરણ પલટાયુ છે. ગુજરાતના અનેક શહેરોમાં ધુમ્મુસભર્યુ વાતાવરણ છવાયુ છે. પણ આ જ વાદળછાયુ વાતાવરણ લોકો માટે મુસીબતનુ કારણ બન્યુ છે. ગાઢ ધુમ્મસના કારણે ખેડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ ગાઢ ધુમસ્સભર્યું વાતવરણ જાેવા મળ્યું છે. આ વાતાવરણને કારણે આવતા-જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કઠલાલ નજીક ધુમ્મસના કારણે એક ટ્રકનો ટોલટેક્સ નાકા નજીક અકસ્માત થયો હતો. અકસ્માત થતા ડ્રાયવર અને ક્લિનરને નાની-મોટી ઇજા પહોંચી હતી. ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ખેડા જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયુ છે, જેથી વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો છે. આગાહી વચ્ચે જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જાેવા મળ્યું છે. નેશનલ હાઇવે નંબર ૮ પર ગાઢ ધુમ્મસને લઈને લૉ વિઝીબિલિટી જાેવા મળી છે.
લૉ વિઝીબિલીટીને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. અમદાવાદ મુંબઈ ને જાેડતા હાઈવે નં – ૮ પર વાહનચાલકો હેડલાઈટ તેમજ પાર્કિંગ લાઈટ ચાલુ રાખી વાહન હંકારવા મજબૂર બનયા છે. આજુબાજુના ખેતરોમાં ધુમ્મસનું થર વધતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે.SSS