ગામડાઓને પાકા રસ્તાથી જોડવા રાજ્ય સરકાર કટિબદ્ધ : નાયબ મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા “મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના” હેઠળ દસકોઈ તાલુકામાં આઠ કરોડના રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ગામડાઓમાં આઠ કરોડથી વધુ રસ્તાઓના કામ મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર થયેલા કામ હેઠળ નીચેના વિસ્તારોમાં પાકા રોડ બનાવવામાં આવશે.
– ગેરતનગર ગામે સ્મશાનથી જોગણી માતા વિસ્તાર સુધીનો ડામર રોડ
– વાંચ ગામે ખોડિયાર માતાના મંદિરથી અમદાવાદ મહેમદાવાદ હાઈવે સુધીના રોડનું કામ
– કુજાડથી ગતરાડ તરફ મેલડી માતાવાળા રોડનું કામ
– ગતરાડથી ધામતવાણ મિયાના પાકવાળા રોડનું કામ
– કણભા ગામે ugvclની કચેરીથી ચોસમીયાથી સિંગરવા ગતરાડને જોડતા રોડનું કામ
– ધામતવાણ હરણીયા રોડથી ધામતવાણ ઉંન્દેલ રોડને જોડતા મેલાણા વિસ્તારના રોડનું કામ
– બાકરોલ ગામ પાછળથી કુજાડ -ભાવડા રોડને જોડતા રોડનું કામ
– ગતરાડ ગામે ચતુરપુરા થી લોધવાડ ના છાપરા થઈ અરાલના ના છાપરા થઈ સિંગરવા કણભા રોડને જોડતા રોડનું કામ
– ધામતવાણ હિરાપુરા રોડથી વેચાણા વિસ્તાર તરફના રોડ નું કામ
– કુજાડ ગામે રણછોડપુરા થી નવા ઘરો સુધીના રોડનું કામ
– બીબીપુરા તળાવથી મહેમદપુર તરફના રોડનું કામ –
– ગતરાડ ગામે ચતુરપુરાથી ઝુંપડીના નાકા સુધીના રોડનું કામ
– કુજાડ ગામે સ્મશાનથી કુજાડ કુબડથલ રોડને જોડતા રોડનું કામ
– નેશનલ હાઈવે ૫૯ થી તલાવડી પશુ દવાખાના સુધી રોડનું કામનો સમાવેશ થાય છે.
આમ , અમદાવાદ જિલ્લામા નાગરિક ત્યાં સુવિધાનો સંકલ્પ સાકાર કરવામાં આવી રહ્યો છે.