ગામડાના સંશોધકે લોખંડના ભંગારમાંથી વીજળી ઉત્પન્ન કરતું યંત્ર બનાવ્યું
મતિરાળા, સૃષ્ટી સંસ્ર્થા અંતરિયાળ વિસ્તારમાં રહેતા સંશોધકોના સંશોધનોનો વિશ્વ ફલક પર પહોંચાડવાનું કામ કરે છે.
અમરેલી જીલ્લાના કેટીયા નાંગણ ગામે રહેતા મનસુખભાઈ ભૂત દ્વારા એક વીજળી ઉત્પન્ન કરતું યંત્ર બનાવ્યુ છે.
બે-ત્રણ વરસની મહેનતના અંતે તૈયાર કરેલા આ યંત્ર આવનાર સમય માટે એક સમાજ ઉપયોગી સંશોધન બની રહેશે. મનસુખભાઈએ લોંખંડના ભંગારમાંથી ચકડોળ તૈયાર કર્યુ છે.
આ ચકડોળને ચલાવવા પાંચ હોર્સપાવરની થ્રી ફેઈઝ મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છેે. ૧૪ ફૂટ વ્યાસનો આ લોખંડના ચકડોળ ગતી કરતા તેની સાથે જાેડેેલ વિવિધ ચક્રો ફરે છે. આ તમામ પ્રક્રિયાના અંતે ડાયનેમાં ફરતા તેમાંથી વીજળી મળે છે.
પ હોર્સ પાવર થ્રી ફેઇઝ મોટરના ઉપયોગથી ર૦ એચ.પી.પાવર વાપરી શકાય છે. આમ, પાવર ઓછો આપવાથી વધુ પાવર મેળવી શકાય એવી આ ડીઝાઈન હાઈડ્રોલિક પ્રેસરથી ચાલતુ યંત્ર ગુરૂત્વાકર્ષણના સિધ્ધાત મુજબ આ યંત્ર કામ કરે છે.
હાલ જગ્યાના અભાવે માત્ર ૧૪ ફુટનો જ ચકડોળ બનાવ્યો છે. મનસુખભાઈનો દાવો છે કે આ ચકડોળની સાઈઝ વધારવામાં આવે તો વધુ વીજળી મેળવી શકાય તેમ છે.